રાજકોટ/ દિવાળીના તહેવારોમાં શહેરના રસ્તાઓને લઈનેપોલીસ કમિશનર દ્વારા બહાર જાહેરનામું પડાયું

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બજારોમાં થતી ભીડને ધ્યાને રાખી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રસ્તા પર વાહનોને પ્રવેશબંધી સહિતની બાબતો માટે જાહેરનામું બહાર પાડ્યું

Gujarat Rajkot
Untitled 592 દિવાળીના તહેવારોમાં શહેરના રસ્તાઓને લઈનેપોલીસ કમિશનર દ્વારા બહાર જાહેરનામું પડાયું

દિવાળીના તહેવારને હવે  ગણતરીના  દિવસો બાકી છે . દિવાળીના તહેવારને  લઈને લોકોમાં  ખરીદીનો માહોલ  જોવા  મળી  રહ્યો છે . ત્યારે લોકોમાં ભીડનો માહોલ  જોવા મળી રહ્યો છે . ત્યારે   નમાં રાખી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બજારોમાં થતી ભીડને ધ્યાને રાખી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રસ્તા પર વાહનોને પ્રવેશબંધી સહિતની બાબતો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન 1થી 5 નવેમ્બર સુધી જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં મુખ્ય બજાર, રસ્તાઓ પર ખરીદી કરવા તથા રોશની જોવા માટે આમ જનતાની અવર-જવર બહોળા પ્રમાણમાં રહેતી હોવાના કારણે તમામ પ્રકારના વાહનો જેવા કે, મેટાડોર, કાર, ઓટો રીક્ષા, રેકડી, રેકડા, બાઇક, સ્કૂટર વગેરેની અવર-જવર માટે સદંતર બંધ રાખવામાં આવશે.

ઢેબર ચોકથી સાંગાણવા ચોકથી, જુની ખડપીઠ ચોક સુધીનો રોડ, લાખાજીરાજ રોડ તરફ ફોર વ્હીલ તથા થ્રી વ્હીલ તથા ટુ વ્હીલર વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.
સાંગાણવા ચોકથી ગરેડીયા કુવારોડ થઇ પરાબજાર સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે
ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડથી પરાબજાર સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.
ઘીકાંટા રોડ ગાંધી ચોક, લાખાજીરાજ રોડથી કંદોઇ બજાર રોડથી પરાબજાર રોડ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.
પ્રહલાદ સિનેમાથી દરજી બજારથી પરાબજાર રોડને મળે છે ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.
પ્રહલાદ સિનમાંથી પ્રેમીલા રોડ જે ઘીકાંટા રોડથી કંદોઇ બજાર થઇ પરાબજાર થઇ પરાબજાર સુધીનો રોડ તમામ પ્રકારના માટે પ્રવેશ બંધ રહેશે.
દેના બેન્ક ચોકથી રૈયા નાકા ટાવર સુધીનો મહાત્મા ગાંધી રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.