ગુજરાત/ ગ્રામ પંચાયતની ચૂંટણી 21 કે 26 ડિસેમ્બરના ?

ભાજપ તરફથી પ્રત્યેક ચૂંટણી માટે અગાઉથી તૈયારીઓ શરુ કરી દેવાય છે અને તે અંતર્ગત ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય તે પહેલા ખાસ આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાનુ આયોજન કરાયુ છે.

Gujarat Others
ગ્રામ પંચાયતની ચૂંટણી 21 કે 26 ડિસેમ્બરના ? ગ્રામ પંચાયતની ચૂંટણી
  • – ભાજપની આત્મનિર્ભર ગ્રામ યાત્રા પૂર્ણ થયા બાદ થશે જાહેરાત
  • – 20 નવેમ્બર બાદ ચૂંટણી પંચ કરી શકે છે જાહેરાત

ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે તે સૌ જાણે છે પણ હજુ સુધી ચૂંટણી પંચ તરફથી કોઈ તારીખ જાહેર કરાઈ નથી. જાેકે ગ્રામ પંચાયતની ચૂંટણી 21 અથવા 26 ડિસેમ્બરના રોજ યોજાય તેવી સંભાવના છે.

ભાજપ તરફથી પ્રત્યેક ચૂંટણી માટે અગાઉથી તૈયારીઓ શરુ કરી દેવાય છે અને તે અંતર્ગત ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય તે પહેલા ખાસ આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાનુ આયોજન કરાયુ છે. 17 થી 19 નવેમ્બર દરમિયાન આયોજીત આ યાત્રામાં તમામ મંત્રીઓ તેમના વિસ્તારના જિલ્લાઓમાં જઈને યાત્રાના પ્રારંભની સાથે સાથે 23805 જેટલા કામોનું ખાતમુર્હુત કરશે. તેમજ 5503 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. રુપિયા 800 કરોડના વિકાસ કાર્યો આ યાત્રા દરમિયાન લોકાર્પિત કરીને ભાજપે ગ્રામ પંચાયતની ચૂૂટણી પહેલા માસ્ટરસ્ટ્રોક માર્યો છે.

Teaching About Elections During an Election Year | PBS Education

14હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા વિકાસ કાર્યો મારફત પ્રજાની નજીક જઈને ભાજપ તેનો ટાર્ગેટ ચોક્કસપણે સિદ્ધ કરી લેશે તેમ લાગે છે. જાેકે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો હજુ સુધી ચૂંટણી પંચ તરફથી જાહેર થઈ નથી. એક સંભાવના મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી 21 ડિસેમ્બરના રોજ મંગળવારે યોજાઈ શકે છે. જાે 21મીએ ચૂંટણી યોજવી હોય તો તેના એક મહિના પહેલા ચૂંટણીની જાહેરાત કરી આચારસંહિતા લાગુ કરવી પડે. એ દ્રષ્ટિએ 20 નવેમ્બરના રોજ ભાજપની ગ્રામ વિકાસ યાત્રા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાત કરશે. વધુ એક સંભાવના જાેઈએ તો અત્યારસુધી મોટા ભાગની ચૂંટણી રવિવારના રોજ યોજાતી આવી છે. એ દ્રષ્ટિએ 26 ડિસેમ્બરને રવિવારના રોજ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે.

Over 35,000 personnel deployed as Tamil Nadu awaits election results- The New Indian Express

14 હજારથી વધુ ગ્રામ પંચાયત હાલ અસ્તિત્વમાં છે, જે પૈકી મોટા ભાગની ગ્રામ પંચાયત સમરસ કરવાનો ભાજપ સરકારનો પ્રયત્ન છે. એ માટે અત્યારથી જ પ્રયાસો પણ શરુ કરી દેવાયા છે. વર્ષ 2002 પછીથી અત્યારસુધીમાં 13485 ગ્રામ પંચાયત સમરસ બની છે. તમામ સમરસ ગ્રામ પંચાયત પૈકી 652 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચો કાર્યરત છે. મોટા ભાગની પંચાયતોને સમરસ કરવા માટે ભાજપ સંગઠન કામે લાગ્યુ છે. આ ઉપરાંત હજુ નવી 300થી વધુ નવી ગ્રામ પંચાયતો ઊભી કરાશે તેવો અગાઉ ખુદ પંચાયતમંત્રી બ્રિજેશ મેરજાએ નિવેદન કર્યુ હતુ ત્યારે ભાજપના આ પ્રયાસો શુ રંગ લાવે છે તે ડિસેમ્બરમાં ખબર પડી જશે.

નવાબ મલિકનો ભાજપને ટોણો / ડ્રગ્સ ગુજરાતમાંથી જ સપ્લાય થાય છે, BJPના નેતાઓ ડ્રગ્સ પેડલર્સ સાથે ધરાવે છે સંબંધો

વડોદરા / 5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લો નથી મુકાયો, જાણો કેમ ?

વચેટિયા રાજ / આરોગ્ય વિભાગના આઉટસોર્સિગ કર્મચારીઓને સરકાર દ્વારા ચુકવાયેલું બોનસ છેલ્લા છ વર્ષ નથી, કોણ ચાઉં કરી ગયું ?