સુરત/ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓનો 15 જેટલી માંગોને લઇ નોંધાવ્યો વિરોધ, કાળા વસ્ત્રો પહેરી…

વિધાનસભાની ચૂંટણી પહેલા માંગ સ્વીકારવામાં આવી હતી પરંતુ ઠરાવ કે પરિપત્ર ન થતા ફરી આંદોલન શરૂ કરવામાં આવ્યું  હતું. જેમાં એક અઠવાડિયા સુધી શાળાના તમામ કર્મચારીઓ કાળા કપડા પહેરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે.

Gujarat Surat
Untitled 149 4 ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓનો 15 જેટલી માંગોને લઇ નોંધાવ્યો વિરોધ, કાળા વસ્ત્રો પહેરી...

@દિવ્યેશ પરમાર 

સંકલન સમિતિના અંદોલનને પગલે 15 જેટલી વિવિધ માંગોને લઈ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ આજથી કાળા વસ્ત્રો પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા માંગ સ્વીકારવામાં આવી હતી પરંતુ ઠરાવ કે પરિપત્ર ન થતા ફરી આંદોલન શરૂ કરવામાં આવ્યું  હતું. જેમાં એક અઠવાડિયા સુધી શાળાના તમામ કર્મચારીઓ કાળા કપડા પહેરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે.

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી પહેલા રાજ્યના જુદા જુદા વિભાગના કર્મચારીઓના રાજ્યવ્યાપી આંદોલન શરૂ થયા હતા.આ દરમિયાન સરકાર દ્વારા જુદા જુદા સંગઠનો સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં કેટલીક માંગો સ્વીકારતા આંદોલનો સમેટાઈ ગયા હતા.તેવી જ રીતે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓની પરિણામ આધારિત ગ્રાન્ટ કાપવાની નીતિ રદ કરવી, આચાર્યોને ઇજાફા આપવા, 1/4/2005 પહેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની ૧૫ માંગને લઈ અનોલન કરાયું હતું.અંદોલનના પગલે તત્કાલીન શિક્ષણ મંત્રી સહિત કુલ પાંચ મંત્રીઓની કમિટી બનાવાઈ હતી. જેમાં કર્મચારીઓની વિવિધ માંગ સ્વીકારવામાં આવી હતી.

માંગ સ્વીકારતા ની સાથે જ આંદોલન સમેટાઈ ગયું હતું ..જોકે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ નવી સરકાર રચાઈ ગઈ જો કે ત્યારબાદ જે માંગ સ્વીકારાય હતી તે અંગે આજ દિન સુધી કોઈ ઠરાવ કે પરિપત્ર કરવામાં આવ્યા નથી.તેથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.પોતાની પડતર માંગણીઓને લઈ સંકલન સમિતિ દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું. અને વિવિધ પંદર જેટલી માંગોને લઈ ફરીથી આંદોલનનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું.અને 17મી થી 24મી ઓગસ્ટ સુધી શાળાના તમામ કર્મચારીઓ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવશે.

બ્લેક સપ્તાહ તરીકેનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં જોવા મળશે જ્યાં સુધી ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓની માંગોને લઈ પરિપત્ર ના આપવામાં આવે ત્યાં સુધી વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

આ પણ વાંચો:સાઈબર ક્રાઈમની ફરિયાદ બાદ સુરતની 27 હીરા કંપનીઓનાં બેન્ક ખાતા ફ્રીઝ, કરોડોના વ્યવહારો ખોરવાયા

આ પણ વાંચો:બધુજ અહીંયા સસ્તું છે ….સસ્તા હે પણ આછા હે અમદાવાદ

આ પણ વાંચો:ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત