Rajkot Fire Tragedy/ મંજૂરી, આ કઈ બલા છે, રાજ્યભરમાં અનેક થિયેટરો અને મોલ લાક્ષાગૃહ સમાન

રાજકોટમાં ગેમિંગ ઝોન અગ્નિકાંડ કુંભકર્ણની નિંદ્રામાં ઘોરેલા તંત્રના ગાલ પર પડેલો મોટો તમાચો છે. રાજ્યભરમાં ફક્ત ગેમિંગ ઝોન જ નહીં અનેક થિયેટર અને મોલ રાજ્યના રહેવાસીઓ માટે લાક્ષાગૃહ સમાન છે.

Gujarat Top Stories Rajkot Breaking News
Beginners guide to 2024 05 28T151409.736 મંજૂરી, આ કઈ બલા છે, રાજ્યભરમાં અનેક થિયેટરો અને મોલ લાક્ષાગૃહ સમાન

ગાંધીનગરઃ રાજકોટમાં ગેમિંગ ઝોન અગ્નિકાંડ (Rajkot Gaming Zone Fire Tragedy) કુંભકર્ણની નિંદ્રામાં ઘોરેલા તંત્રના ગાલ પર પડેલો મોટો તમાચો છે. રાજ્યભરમાં ફક્ત ગેમિંગ ઝોન જ નહીં અનેક થિયેટર અને મોલ રાજ્યના રહેવાસીઓ માટે લાક્ષાગૃહ સમાન છે. રાજ્યમાં કેટલાય થિયેટરો અને મૌલ કોઈપણ પ્રકારની ફાયર એનઓસી અને સલામતીના સાધનો વગર ચાલી રહ્યા છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ બધું કોઈ જગ્યાએ કે સ્થળે છાનુછૂપનું નથી થતું, રીતસરનું ખુલ્લેઆમ થઈ રહ્યુ છે. બધુ જ બેફામ અને બેરોકટોક ચાલે છે. કોઈ કોઈને કહેનાર નથી અને કોઈ કોઈને પૂછનાર નથી. મંજૂરીની વાત કેવી અને એનઓસી વળી કેવા, આવો તે આ પ્રકારના મોલ કે આવા તે કેવા પ્રકારના લાક્ષાગૃહ. હવે આ સંજોગોમાં તંત્ર ક્યારે જાગશે. આ બધા બેરોકટોક અને બેફામ ચાલતા ગેમિંગ ઝોન, થિયેટરો અને મોલ જેવા લાક્ષાગૃહોનો ભોગ બનતા પ્રજાને કઈ રીતે બચાવશે, તેમના પર કઈ રીતે અંકુશ લાવશે. તે બધુ હવે તંત્રએ જોવાનું છે. પ્રજાએ તો હવે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે તે જ્યારે પણ આવા કોઈ જાહેર સ્થળે જાય ત્યાં ત્યાં તેમના માટે લાક્ષાગૃહ તૈયાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

આ પણ વાંચો: અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

આ પણ વાંચો: રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં