Not Set/ શાપર વેરાવળનાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીમાં લાગી આગ ભીષણ, 18 કલાક બાદ કાબુમાં આવી આગ

શાપર વેરાવળનાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીમાં આગ ભીષણ લાગી હતી. અ આગ નાર્ફેડ દ્વારા ખરીદ કરાયેલ મગફળીના ગોડાઉનમાં લાગી હતી. ભીષણ આગ પર ફાયર ફાયટરોની મદદથી 18 કલાક બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગમાં મગફળીનો ખાસ્સો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે. આ આગને કાબુમાં લેવા માટે 15 જેટલા ફાયર ફાઈટરો […]

Rajkot Gujarat
રાજકોટ આગ૨ શાપર વેરાવળનાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીમાં લાગી આગ ભીષણ, 18 કલાક બાદ કાબુમાં આવી આગ

શાપર વેરાવળનાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીમાં આગ ભીષણ લાગી હતી. અ આગ નાર્ફેડ દ્વારા ખરીદ કરાયેલ મગફળીના ગોડાઉનમાં લાગી હતી. ભીષણ આગ પર ફાયર ફાયટરોની મદદથી 18 કલાક બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગમાં મગફળીનો ખાસ્સો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે. આ આગને કાબુમાં લેવા માટે 15 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગને કાબુમાં લેવા માટે પહોંચી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા 10 ટીમો સાથોસાથ SP અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

આ ઘટના અંગે મીડીયાએ ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવેદન માગ્યું હતું. જે અંગે નિવેદન આપતા વિજયભાઈ રુપાણીએ સ્પષ્ટીકરણ કરી જણાવ્યું હતું કે,

” આ ભીષણ આગમાં 20,000 જેટલી મગફળીની ગુણો બળીને ખાખ થઇ ગઈ છે પરંતુ આગને કાબુમાં લઇ 45,000 જેટલી ગુણો બચાવી લેવામાં આવી છે.”

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ અંગે કલેકટર અને ડીએસપી તપાસ કરી રહ્યા છે. આ અંગે થોડી પણ જાણ થતા ચોક્કસ પણે યોગ્ય પગલાં લેવા માટે મુખ્યમંત્રીએ આસ્વાસન આપ્યું હતું.

રાજકોટ આગ શાપર વેરાવળનાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીમાં લાગી આગ ભીષણ, 18 કલાક બાદ કાબુમાં આવી આગ

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા 13 માર્ચના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં યાર્ડનો વિપુલ જથ્થો બડી અને ખાખ થઇ ગયો હતો.