Not Set/ હાર્દિક પટેલના સમર્થનમાં 17 વર્ષીય કિશોર 7 દિવસથી ઉપવાસ પર

બનાસકાંઠા, ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને રાજ્યભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં હાર્દિકના સમર્થનમાં એક 17 વર્ષીય કિશોરે 7 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. થરાદની વિનાયક સોસાયટીમાં રહેતો 17 વર્ષનો નયન પટેલ ઘરમાં જ ઉપવાસ કરી રહ્યો છે. નયનના પિતા બિપિન પટેલે  જણાવ્યું  કે, હાર્દિક પટેલ પાટીદારોના અનામત અને રાજ્યના ખેડુતોના દેવા માફી […]

Gujarat Trending Videos
mantavya 79 હાર્દિક પટેલના સમર્થનમાં 17 વર્ષીય કિશોર 7 દિવસથી ઉપવાસ પર

બનાસકાંઠા,

ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને રાજ્યભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં હાર્દિકના સમર્થનમાં એક 17 વર્ષીય કિશોરે 7 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે.

થરાદની વિનાયક સોસાયટીમાં રહેતો 17 વર્ષનો નયન પટેલ ઘરમાં જ ઉપવાસ કરી રહ્યો છે. નયનના પિતા બિપિન પટેલે  જણાવ્યું  કે, હાર્દિક પટેલ પાટીદારોના અનામત અને રાજ્યના ખેડુતોના દેવા માફી મુદે આદોલને લઈને આમરણાંત ઉપવાસ પર છે. જે વાત જાણ્યા બાદ નયને પણ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય કર્યો.

તેનું કહેવું છે કે, હાર્દિક પટેલ પાટીદાર સમાજ માટે લડી રહ્યો હોય તો સમાજના એક વ્યક્તિ તરીકે તેણે પણ હાર્દિકના ઉપવાસને સમર્થન આપવું જોઈએ. તો ઉપવાસ કરી રહેલા નયને જણાવ્યું હતું કે, જયાં સુધી ગુજરાત સરકાર હાર્દિક પટેલને ન્યાય નહિ આપે ત્યાં સુધી તે પણ ઉપવાસ ચાલુ રાખશે. તો આ સાથે જ થરાદમાં પાટીદાર મહિલાઓ અને પુરુષોએ હાર્દિકના સમર્થનમાં રામધૂનનું પણ આયોજન કર્યું હતું. જેમાં રાજપૂત સમાજના લોકો પણ જોડાયા હતા..