Crime/ ગુજરાત ATS ને મોટી સફળતા, સમગ્ર દેશમાં ઓઇલ ચોરી કરનારા સંદીપ ગુપ્તાને મુંબઈથી ઝડપી પાડ્યો

દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓને પાઇપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી ની ગુજરાત એટીએસ ધરપકડ કરી છે…

Ahmedabad Gujarat
Untitled 40 ગુજરાત ATS ને મોટી સફળતા, સમગ્ર દેશમાં ઓઇલ ચોરી કરનારા સંદીપ ગુપ્તાને મુંબઈથી ઝડપી પાડ્યો

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓને પાઇપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી ની ગુજરાત એટીએસ ધરપકડ કરી છે, 22 ગુના આચરી અલગ અલગ રાજ્યોમાંથી આરોપીએ 500 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી દુબઈથી મુંબઈ પહોંચ્યો ત્યાં જ એટીએસ ઝડપી પાડ્યો.

Untitled 41 ગુજરાત ATS ને મોટી સફળતા, સમગ્ર દેશમાં ઓઇલ ચોરી કરનારા સંદીપ ગુપ્તાને મુંબઈથી ઝડપી પાડ્યો

દેશના અલગ અલગ રાજ્યોમાં 22 જેટલી ઓઇલ લાઈનોમાં પચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાની ગુજરાત એટીએસ મુંબઈ એરપોર્ટ થી ધરપકડ કરી છે. આરોપી રાજસ્થાન બિયાવર ,બર,પશ્ચિમ બંગાળમાં કોલકતા તથા વર્ધમાન નગર,બિહાર જમુઈ, રોહતક,ગોહાના અને ચિત્તોગઢ માં ઓઇલ ચોરીના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે,આ ઉપરાંત ગુજરાત એટીએસ અને મોરબી એસ.ઓ.જી વાંકાનેર માં કરેલ રેડમાં પણ આરોપી સંદીપ ફરાર હતો..સંદીપ પૂછપરછ માં તાજેતરમાં 6 જેટલા પચર કરી કરોડોની ઓઇલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે. આરોપી સંદીપ ગુપ્તા પૂછપરછ સામે આવી તેની મોડ્સઓપરેન્ડી આરોપી ઓઇલ લાઈનામાં પચર કરવા 300-400 મીટર પોતાની લાઇન નાખતો હતો. લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કર ની ટાંકી ફીટ કરી દેશભરનું ચોરી ઓઇલ વેચાણ કરતો હતો. તાજેતરમાં 6 જેટલા ગુનાઓ નામ ખુલતા ઓગસ્ટ મહિનામાં દુબઈ ફરાર થયો હતો. આરોપી વિરુદ્ધ કલમ 70 મુજબ વોટર ઇસ્યુ થયું હતું. જેથી આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ એટીએસ માહિતી મળી અને આરોપી ઝડપી લેવામાં આવ્યા.

Untitled 42 ગુજરાત ATS ને મોટી સફળતા, સમગ્ર દેશમાં ઓઇલ ચોરી કરનારા સંદીપ ગુપ્તાને મુંબઈથી ઝડપી પાડ્યો

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં રાજસ્થાન પોલીસ ઓઇલ ચોરી કેસમાં સંદીપ ગુપ્તાની ધરપકડ કરી હતી જે બાદ 10 મહિના જેલ રહ્યા પછી સંદીપ કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરી હતી..અલગ અલગ પોલીસ મથકોમાં આરોપીના 25થી વધુ કન્ટેનર પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે..સાથે સાથે આરોપી દિલ્હી અને મુંબઈમાં વસાવેલી તેની મિલકત ટાંચ માં લેવાની કાર્યવાહી કરશે. ત્યારે આરોપી સંદીપની પૂછપરછ બાદ કરોડો રૂપિયાની ઓઇલ ચોરીમાં અન્ય કેટલા સાગીરતો નામ બહાર આવે છે.

Gujarat: ધ્રાંગધ્રામાં સદસ્ય સહિત 6 કોંગી આગેવાનોનાં રાજીનામાં બાદ શહેરમાં કોંગ્રેસ કડડભૂસ

Chota Udepur: નાર્કોટિક્સની મોટી કાર્યવાહી, ₹ 1.23 કરોડના લીલા ગાંજા સાથે 2 લોકોની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો