હિંસા/ નડિયાદમાં નજીવી બાબતમાં જૂથ અથડામણ, 7 લોકો ઈજાગ્રસ્ત, વાહનોમાં કરાઈ તોડફોડ

રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ખુબજ વધી રહ્યો છે. નજીવી બાબતમાં મારામારીના બનાવો બની રહ્યા છે. જેના કારણે કાયદાની લીરેલીરા ઉડી રહ્યા છે અને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.   નડિયાદમાં આજે એકજ કુટુંબના બે પિતરાઈ ભાઈઓ સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. બે જૂથ વચ્ચે સામસામે ભારે પથ્થર મારો થતાં વાતાવરણ તંગદિલી […]

Gujarat
IMG 20210604 193910 નડિયાદમાં નજીવી બાબતમાં જૂથ અથડામણ, 7 લોકો ઈજાગ્રસ્ત, વાહનોમાં કરાઈ તોડફોડ

રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ખુબજ વધી રહ્યો છે. નજીવી બાબતમાં મારામારીના બનાવો બની રહ્યા છે. જેના કારણે કાયદાની લીરેલીરા ઉડી રહ્યા છે અને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

 

નડિયાદમાં આજે એકજ કુટુંબના બે પિતરાઈ ભાઈઓ સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. બે જૂથ વચ્ચે સામસામે ભારે પથ્થર મારો થતાં વાતાવરણ તંગદિલી ભર્યું સર્જાયું હતું. ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ૭ વ્યક્તિઓને ઈજાઓ થઈ છે.

 

 

જ્યારે 3થી વધુ વાહનોને નુકશાન થયું હતું. આ અગે મળતી માહિતી મુજબ નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ નજીક આવેલ ટેલીફોન એક્સચેન્જ સામેના રાજીવનગરમાં ગુરુવારની સવારે કોઈ બાબતને લઈ ભારે પથ્થરમારો થયો હતો. અહીંયા રહેતા ભરવાડ જ્ઞાતિના બે પિતરાઈ ભાઈઓના જૂથો વચ્ચે કોઈ તકરારને લઈ મામલો બિચક્યો હતો. જે બાદ આક્રોશમાં આવેલા લોકોએ અહીંયા સામસામે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ૭ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ છે.

 

જ્યારે 3થી વધુ વાહનોને નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી સ્થિતિને સંભાળી લીધી હતી. ઘવાયેલા વ્યક્તિઓને નડિયાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે સ્થાનિક પોલીસે બન્ને પક્ષ ની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દીધી છે.

 

ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ ગતરાત્રે શહેરમાં તળાવમાંથી માટી કાઢવાની બાબતમાં તકરાર થઇ હતી. જે બાબતે સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ બીજા દિવસે સવારે એકાએક આ જૂથ અથડામણ થતાં મામલો બિચક્યો છે. ઈજાગ્રસ્ત લોકો ને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.