GST Income/ ગુજરાતમાં આ વર્ષે જીએસટી આવક એક લાખ કરોડને વટાવી જશે

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં જીએસટીની આવક 89 હજાર કરોડને વટાવી ગઈ છે અને હવે તે વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં આ આવક એક લાખ કરોડને વટાવી જશે તેવી પૂરેપૂરી સંભાવના છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 02 02T111837.422 ગુજરાતમાં આ વર્ષે જીએસટી આવક એક લાખ કરોડને વટાવી જશે

ગાંધીનગરઃ ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં જીએસટીની આવક 89 હજાર કરોડને વટાવી ગઈ છે અને હવે તે વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં આ આવક એક લાખ કરોડને વટાવી જશે તેવી પૂરેપૂરી સંભાવના છે.

ગુજરાતને જાન્યુઆરી 2024માં રાજ્યને જીએસટી અને વેટની આવક કુલ 8,922 કરોડની થઇ છે. જીએસટીના અમલીકરણ બાદની બીજા ક્રમે સૌથી ઊંચી આવક થઇ છે. આ અગાઉ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં સૌથી ઉંચી આવક થઇ છે.આમ જીએસટી અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાંપ્રથમ તેમજ દ્રીતીય ક્રમની સૌથી ઉંચી માસિક આવક થઇ છે.

રાજ્યના જીએસટી વિભાગે સત્તાવાર રીતે માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યને જીએસટી હેઠળ જાન્યુઆરી-24માં 5,861 કરેાડની આવક થઇ છે. જે ડિસેમ્બર -23માં 5,082 કરોડ થતાં 15 ટકા આવક વધી છે. રાજ્યને વેટ હેઠળ 3,0061 કરોડની આવક થઇ છે. જે ડિસેમ્બર-23માં વેટ હેઠળ 2,792 કરોડ થઇ હતી જે 10 ટકા વધારે છે. આમ જીએસટીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી 2024 સુધીમાં જીએસટી અને વેટ હેઠળ કુલ 89,756 કરોડની આવક થઇ છે. જે રાજ્યના કર વિભાગને લક્ષ્યાંક 1,05,876 કરોડના 85 ટકા ટકા છે. જોક લક્ષ્યાંક પૂરો કરવામા આવે તેમ છે. રાજ્યમાં ઠેર ઠેર દરોડા પાડીને ટેકસની રકમનુ વસુલાત કરાઇ છે. જીએસટી વિભાગના એન્ફોર્સમેન્ટ શાખાના અધિકારી ટેકસની ચોરી કરતા તેમજ બોગસ બીલીગ કરનારાઓ સામે પગલા ભરતા કરચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ