Not Set/ અરવલ્લી/ સાઠંબામાંથી ગૌમાસ ઝડપાયું, ગૌ હત્યાના વિરોધમાં બંધનું એલાન

બાયડના સાઠંબા ખાતે મળી આવ્યો ગૌ માસનો જથ્થો 8 શખ્સો સામે ફરિયાદ, ગૌ હત્યા નો ગુન્હો, તેમજ પશુ મારણ સહિત જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ હિન્દૂ સંગઠનોએ ગૌહત્યા મામલે કરી હતી રેડ , રેડ દરમિયાન ગૌમાંસ ઝડપાતા પોલીસ કાર્યવાહી  કતલખાને રેડ બાદ સાઠંબા ગામ સજ્જડ બંધ, ગામમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અરવલ્લી જીલ્લાના સાઠંબામાંથી ગૌમાંસ […]

Gujarat Others
download 6 અરવલ્લી/ સાઠંબામાંથી ગૌમાસ ઝડપાયું, ગૌ હત્યાના વિરોધમાં બંધનું એલાન

બાયડના સાઠંબા ખાતે મળી આવ્યો ગૌ માસનો જથ્થો

8 શખ્સો સામે ફરિયાદ, ગૌ હત્યા નો ગુન્હો, તેમજ પશુ મારણ સહિત જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ

હિન્દૂ સંગઠનોએ ગૌહત્યા મામલે કરી હતી રેડ , રેડ દરમિયાન ગૌમાંસ ઝડપાતા પોલીસ કાર્યવાહી 

કતલખાને રેડ બાદ સાઠંબા ગામ સજ્જડ બંધ, ગામમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અરવલ્લી જીલ્લાના સાઠંબામાંથી ગૌમાંસ નો મોટો જથ્થો ઝડપાયો છે જેને લઈને આખા પંથક માં અરેરાટી વ્યાપી ગયી છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સાઠંબા પોલીસે  8 શખ્સો ફરિયાદ નોધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા ના સાઠંબા ગામે કતાલ ખાના પર ગઈ કાલે થયેલ જનતા રેડ બાદ  મળેલા ગૌ માંસ થી વિવાદ સર્જાયો હતો. તેમજ જે જગ્યા એ થી માંસ મળ્યું હતું, તે જગ્યાની નજીકથી ગાયના અવશેષો પણ મળી આવ્યા હતા.

જે ને લઇ ને સ્થાનિકો તેમજ જુદા જુદા હિન્દૂ સંગઠનો માં રોષ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત જિલ્લાભરનો પોલીસ કાફલો સાઠંબા ગામે ખડકી દેવામાં આવ્યો હતો.બાયડ મામલતદાર સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે સાઠંબા પોલીસ મથકે 8 શખ્સો સામેં ગુનો નોંધાયો હતો.

ગૌ હત્યાના વિરોધમાં આજે સાઠંબા ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે આજે વહેલી સવારથી સાઠંબા ગામ સજ્જડ બંધ રહ્યું હતું અને આરોપીઓને ઝડપથી પકડી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.