ગાંધીનગર/ ગાંધીનગર વાઈબ્રન્ટનાં મહેમાનો ફરજિયાત 7 દિવસ થશે Quarantine

રાજ્યમાં આ વર્ષે (2021) વાઈબ્રન્ટ સમિટ ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે. આ સમિટને ધ્યાનમાં રાખી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી International Arrival Guide Line બહાર પાડવામાં આવેલ છે.

Top Stories Gujarat Others
વાઈબ્રન્ટ સમિટ
  • ગાંધીનગર વાઈબ્રન્ટના મહેમાનો થશે ક્વોરોન્ટાઈન
  • ફરજિયાત 7 દિવસ ક્વોરોન્ટાઈન રહેવું પડશે
  • યુકે સહિત 11 દેશમાંથી આવનાર માટે નિયમ
  • કેન્દ્રના આરોગ્ય વિભાગે બહાર પાડી ગાઈડલાઈન
  • ગાઈડલાઈનને લઈને વહીવટી તંત્રનું જાહેરનામું
  • મહેમાનોને ફરજિયાત ક્વોરોન્ટાઈન રહેવું પડશે
  • 7 દિવસ બાદ 8માં દિવસે RT-PCR ટેસ્ટ કરાશે

રાજ્યમાં આ વર્ષે (2021) વાઈબ્રન્ટ સમિટ ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે. આ સમિટને ધ્યાનમાં રાખી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી International Arrival Guide Line બહાર પાડવામાં આવેલ છે. આ મુજબ ગાંધીનગર વાઈબ્રન્ટનાં મહેમાનોને પહેલા ક્વોરેન્ટિન થવુ પડશે.

આ પણ વાંચો – ભારતના પ્રવાસે / રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતનાં પ્રવાસે, સંબંધો મજબુત બનાવવા કવાયત

સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે કોરોનાનાં નવા વેરિઅન્ટની દહેશત વધી રહી છે, ત્યારે હવે દુનિયાભરની તમામ સરકારો પોતાના દેશમાં નિયમોને કડક કરી રહ્યા છે, ખાસ કરીને બહારથી આવનારા લોકોને ક્વોરેન્ટિન કરવાનુ હવે મોટી સંખ્યામાં શરૂ થઇ ગયુ છે. ત્યારે ભારતમાં પણ આ પ્રકારની તૈયારીઓ સરકાર કરી રહી છે. જણાવી દઇએ કે, થોડા દિવસો બાદ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ સમિટનું આયોજન થવાનુ છે, જેમા વિદેશથી પણ ઘણા મહેમાનો આવવાનાં છે. વિદેશથી આવનારા આ મહેમાનો માટે કેન્દ્ર સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાવઈલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ UK સહિત 11 દેશમાંથી આવનારા મહેમાનોને પહેલા ક્વોરેન્ટિનમાં રહેવુ પડશે, જે દરમિયાન આ તમામને ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ’નાં ત્રિસુત્ર સિદ્ધાંત અનુસરા રોગનાં દર્દીને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ક્વોરેન્ટિન કરવામાં આવેલા મહેમાનોને 7 દિવસ બાદ 8 માં દિવસે RT-PCR ટેસ્ટ કરાશે, જેમા નેગેટિવ આવ્યા બાદ જ તેઓ આ સમિટનો ભાગ બની શકશે.

આ પણ વાંચો – Hill Stations / શું તમે ડિસેમ્બરમાં હિલ સ્ટેશનો પર હિમવર્ષાનો આનંદ માણવા માંગો છો, તમે આ જગ્યાઓ પર અવશ્ય જાવ

ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ સમિટને લઇને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. ત્યારે દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને દુનિયાભરનાં દેશ ચિંતિત છે, ત્યારે ગાંધીનગરમાં યોજાનારા વાઈબ્રન્ટ સમિટ પર આ નવા વેરિઅન્ટની અસર ન થાય તે માટે કેન્દ્ર સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ખાસ તકેદારી રાખી રહ્યુ છે. આ તડામાર તૈયારીઓ વચ્ચે શહેરનાં રહેવાસીઓ સહિત રાજ્યનાં વિપક્ષી નેતા આ વાઈબ્રન્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે.