Exclusive/ માર્ગદર્શિકાઓ કોના માટે? નેતાઓ-કાર્યકરોને કાયદાનો ભંગ કરવાનો પીળો પરવાનો છે કે શું?

બીજીબાજુ ભાજપ હોય કે કોંગ્રેસ તે પક્ષોના કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળીયો થાય જ છે. તાજેતરમાં ઉંઝા ખાતે પૂર્વ આઈ.એ.એસ. અધિકારી અને હવે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનેલા મહેન્દ્ર પટેલના

Gujarat Mantavya Vishesh
rule break માર્ગદર્શિકાઓ કોના માટે? નેતાઓ-કાર્યકરોને કાયદાનો ભંગ કરવાનો પીળો પરવાનો છે કે શું?

રાજકોટ અને ભાવનગરમાં ભાજપના અને કચ્છમાં કોંગ્રેસના કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સનું છડેચોક ચીરહરણ : પ્રજાએ આવું કર્યું હોય તો દંડવામાં આવે,આ તે ક્યાંનો ન્યાય?

એકબાજુથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેકસીનેશન શરૂ થઈ રહ્યું છે. તો બીજી બાજુ ગુજરાતમાં ચાર મહાનગરો અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. તો ભલે શાકભાજી સહિત કેટલીક ચીજોના ભાવ ઘટવાને પરિણામે ફુગાવો ઘટ્યો હોવાનો સરકારી આંકડામાં દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી અંગે પ્રચાર હવે શરૂ થઈ જશે. આવતા સપ્તાહમાં કે ત્યાર પછીના સપ્તાહમાં ફેબ્રુઆરીના અંત કે માર્ચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ પણ વાગી શકે છે. ઉતરાયણના તહેવારોને અનુલક્ષીને સરકારે ધાબા ઉપર એકત્ર થવા સહિતની કેટલીક બાબતો અંગે ગાઈડલાઈન જાહેર કરી ત્યારે ટીવી ચેનલો પર આ અંગે વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિરોધનો સૂર કાઢવામાં આવ્યો હતો. બીજી બાજુ ગુજરાતમાં સરકારે તંત્રે માસ્ક નહિ પહેરનારા અને રસ્તા પર નીકળેલા લોકો પાસેથી ૧૨૦ કરોડથી વધુ દંડ એકત્ર કર્યો છે. અમદાવાદ હોય કે ભાવનગર, રાજકોટ હોય કે જામનગર, જુનાગઢ હોય કે ગાંધીનગર, સુરત હોય કે વડોદરા કે પછી ગુજરાતના કોઈપણ શહેરો હોય ત્યાં માસ્ક પહેર્યા વગર રસ્તા પર નીકળ્યા અને પોલીસ ભટકાઈ ગઈ તો ખીસ્સામાંથી ૫૦૦-૫૦૦ની બે નોટ એટલે કે રૂા.૧૦૦૦નો ચાંદલો કરવાનો જ પછી કોઈ દુકાનોમાં ઓચિંતુ સ્થાનિક સત્તાવાળાઓનું ચેકીંગ આવે ત્યારે તે દુકાન કે ઓફિસના સ્ટાફે પોતાના મોઢા ઉપર માસ્ક ન પહેર્યા હોય અગર તો સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાય એ રીતે ગ્રાહકોનો જમલો ઉભો થયો હોય તો તે માટે દુકાનદાર કે ઓફિસના વડાને જવાબદાર ગણી તેને સીલ મારવામાં આવે છે. તે દુકાનદાર કંપની કે ઓફિસને હજારો રૂપિયાનો દંડ ફટકારાય છે.

@વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક, હિંમત ઠક્કરની કલમથી...
himmat thhakar માર્ગદર્શિકાઓ કોના માટે? નેતાઓ-કાર્યકરોને કાયદાનો ભંગ કરવાનો પીળો પરવાનો છે કે શું?

બીજીબાજુ ભાજપ હોય કે કોંગ્રેસ તે પક્ષોના કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળીયો થાય જ છે. તાજેતરમાં ઉંઝા ખાતે પૂર્વ આઈ.એ.એસ. અધિકારી અને હવે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનેલા મહેન્દ્ર પટેલના સન્માન સમારોહમાં ઉંઝા ખાતે આતશબાજી થઈ સરકારે નક્કી કરેલી ગાઈડ લાઈન કરતા વધુ સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઘણા આગેવાનો માસ્ક વગર હતા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી નહિ. તાજેતરમાં ખેડા ખાતે જિલ્લા ભાજપના એક મોવડી દ્વારા યોજાયેલા સમારોહમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી. લગભગ ૮૦૦ જેટલા માણસો સાથે જમ્યા હતા અને જમવાનું લેવા માટે ઉભી કરાયેલી લાઈનમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો ઉભા હતા અને ત્યાં સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનો ઉલાળીયો થયો હતો. એક અહેવાલ પ્રમાણે યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પ્રસંગે ભાજપ દ્વારા દરેક શહેરોમાં બાઈકરેલી કાઢવામાં આવી હતી તે પ્રસંગે પણ ઘણા સ્થળોએ સોશ્યલ ડીસ્ટન્સનો ઉલાળીયો કરાયો હતો.

જ્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લા બે ત્રણ માસમાં વિવિધ સ્થળોએ કાર્યકરોની બેઠક કે અન્ય કાર્યક્રમો યોજાયા તેમાં પણ સોશ્યલ ડીસ્ટન્સનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો. અમિત ચાવડા પરેશ ધાનણી સહિતના શીર્ષસ્થ આગેવાનો માસ્ક પહેર્યા વગરના હોવાના દ્રશ્યો ટીવી ચેનલો પર પણ રજૂ થયા હતા.

ટુંકમાં ભાજપ હોય કે કોંગ્રેસ તે બન્ને પક્ષો વચ્ચે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા કરવાની હરિફાઈ શરૂ થઈ છે તેમ છેલ્લા ત્રણ માસના સમયગાળા દરમિયાન બન્ને પક્ષો દ્વારા યોજાતા કાર્યક્રમો પરથી લાગી રહ્યું છે. ભાજપના કાંતિ ગામિત સામે તો કોર્ટના આદેશ બાદ પગલા ભરાયા હતા તે પણ એક વાસ્તવિકતા છે. જાેકે આ પ્રકરણમાં ઢાંકો ઢુંબો કરવાના વ્યવસ્થિત પ્રયાસો થયા હતા તે પણ હકિકત છે.

હવે અમરેલી જિલ્લામાં સમુહ લગ્નના એક કાર્યક્રમને સત્તાવાળાઓ દ્વારા અટકાવવામાં આવ્યો. ૧૮ જાનને લીલા તોરણે પાછી વાળવામાં આવી અને આયોજકોને રસોઈ તો બગાડી જ પરંતુ સાથો સાથ તંત્ર દ્વારા કાર્યવાહી થતા તેના બચાવ માટે ધંધે લાગવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. તો બીજી બાજુ ખેડામાં ૮૦૦ કાર્યકરો માટેના ભોજન સમારોહ અંગે હજી સુધી કોઈ પગલાં ભરાયા ન હોવાની ચર્ચા ટીવી ચેનલો પર પ્રસારિત થઈ ચૂકી છે હવે લોકો એવો પ્રશ્ન પૂછે છે કે શું કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે ? નેતાઓ માટે નથી ? ચર્ચા દરમિયાન વિશ્લેષકોએ પણ કહ્યું હતું કે કોઈ નાનકડી કંપનીમાં ૧૫૦૦૦ રૂપિયાનો પગાર મેળવનાર કર્મચારીના ઘરનું બજેટ ખાધમાં ચાલતું હોય અને એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત હોય કારણ કે બજારમાં અત્યારે એક ચીજ સસ્તી થાય ત્યાં બીજી ત્રણ ચીજ મોંઘી થતી હોય છે. આ પ્રકારના સમયે માસ્ક ભૂલથી પણ ન પહેર્યું હોય અને પોલીસ દાદાને રૂા.૧૦૦૦ ચાંદલો આપવો પડે. તો આ પરિવારનું બજેટ કેવું ડામાડોળ થઈ જાય. બીજી બાજુ નેતાજીઓ ગમે ત્યારે માસ્કને પોતાના મોઢા પરથી દૂર કરી શકે છે અને તેમની પાસેથી એક રૂપિયાની પણ વસુલાત થઈ નથી. તેવું સરકારી આંકડા કહે છે.

તંત્ર પાસે છેલ્લા ત્રણ કે ચાર માસ (પેટા ચૂંટણીઓના પ્રચાર સહિતના રાજકીય પક્ષોના જાહેર કાર્યક્રમોની યાદી હોય તો તપાસે તેમાં કેટલી વખત સોશ્યલ ડીસ્ટન્સનો ઉલાળીયો થયો છે કેટલી વખત અને કેટલા આગેવાનો માસ્ક વગરના જાેવા મળ્યા છે ? તેનો કોઈ હિસાબ છે ખરો ? તેની પાસેથી કોઈ વસૂલાત થઈ છે ખરી ? શું રાજકીય નેતાઓને સરકારી નિયમોનો ભંગ કરવાનો પીળો પરવાનો છે ? એક તરફથી ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અવાર નવાર લોકો સંબોધીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા વિનંતી કરે છે પરંતુ તેમની આ વિનંતીને કોંગ્રેસવાળા તો ન માને તે સમજી શકાય પણ ભાજપના મોટા ભાગના કાર્યક્રમોમાં સોશ્યલ ડીસ્ટન્સનો ઉલાળીયો થાય છે તેનું શું ? આ પ્રશ્નનો કોઈ પાસે જવાબ છે ખરો ? વડાપ્રધાન અને મુખ્યમંત્રીની અપીલને ઘોળીને પી જનારા નેતાઓ જ કરે છે અને રસ્તા પર નીકળતાં નોકરિયાત મજૂર ભુલથી પણ માસ્ક ન પહેરે તો દંડાય છે તે ક્યાંનો ન્યાય છે ? આનો અવાજ પ્રચાર માધ્યમોએ ઉઠાવે જ છે હવે પ્રજા પણ આ અંગે પ્રશ્નો પૂછતી થઈ ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…