Not Set/ દુષ્કર્મની વધુ એક શર્મસાર ઘટના, વેજલપુર ગામમાં 4 વર્ષની બાળાને નરાધમે પીંખી નાંખી

સાબરકાંઠા, હજુ સાબરકાંઠાના ઢુંઢરમાં બનેલી દુષ્કર્મની ઘટનાના ડાગ ભુસાયા નથી ત્યાં જ ગોધરાના વેજલપુર નજીક અંતરીયાળ ગામમાં માસુમ બાળકી ઉપર યુવક દ્વારા બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગે વેજલપુર પોલસ મથકે ફરીયાદ નોંધાવામાં આવી છે. વેજલપુર પોલીસે યુવકને ઝડપી પાડી મેડીકલ તપાસ અર્થે સિવીલ હોસ્પીટલમાં મોકલી આપ્યો છે. માસુમ બાળકીને સોમવારના રોજ […]

Top Stories Gujarat Others
mantavya 210 દુષ્કર્મની વધુ એક શર્મસાર ઘટના, વેજલપુર ગામમાં 4 વર્ષની બાળાને નરાધમે પીંખી નાંખી

સાબરકાંઠા,

હજુ સાબરકાંઠાના ઢુંઢરમાં બનેલી દુષ્કર્મની ઘટનાના ડાગ ભુસાયા નથી ત્યાં જ ગોધરાના વેજલપુર નજીક અંતરીયાળ ગામમાં માસુમ બાળકી ઉપર યુવક દ્વારા બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગે વેજલપુર પોલસ મથકે ફરીયાદ નોંધાવામાં આવી છે.

વેજલપુર પોલીસે યુવકને ઝડપી પાડી મેડીકલ તપાસ અર્થે સિવીલ હોસ્પીટલમાં મોકલી આપ્યો છે. માસુમ બાળકીને સોમવારના રોજ ફળીયામાં સામે ઘરે રહેતા યુવકે પટાવી ફોસલાવી કેનાલની નહેરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીને એજ હાલમાં મુકીને નાસી છુટ્યો હતો.

મળતી માહિતી પ્રમામે વેજલપુર નજીક આવેલા એક ગામમાં ભાવિન ઉર્ફે સાભલો પરમાર નામના યુવકે ગામની જ ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવક બાળકીને ફોસલાવીને કેનાલ પાસે લઈ ગયો હતો. અહીં બળાત્કાર ગુજાર્યા બાદ તેને આવી જ હાલતમાં છોડીને ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.