Not Set/ રાજયભરમાં સ્વાઇન ફલુનો કહેર વકર્યો, ચાલુ વર્ષમાં 53 પોઝિટીવ કેસ નોંધાયા

ક્ચ્છ, રાજ્યભરમાં સ્વાઇન ફલુનો કહેર વકર્યો  છે. ત્યારે ક્ચ્છમાં આની અસર વધારે જોવા મળી રહી છે. સ્વાઇન ફલુનાં 11 જેટલા પોઝીટિવ કેસ નોંધાયા છે. તો વાત કરીયે ચાલુ વર્ષની અત્યાર સુધીમાં 53 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેને લઇને તંત્ર પણ હરકતમાં આવી છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરૂણ કુમાર કુર્મીએ જણાવ્યું હતું. કચ્છમાં અત્યાર સુધી […]

Top Stories Gujarat Others
mantavya રાજયભરમાં સ્વાઇન ફલુનો કહેર વકર્યો, ચાલુ વર્ષમાં 53 પોઝિટીવ કેસ નોંધાયા

ક્ચ્છ,

રાજ્યભરમાં સ્વાઇન ફલુનો કહેર વકર્યો  છે. ત્યારે ક્ચ્છમાં આની અસર વધારે જોવા મળી રહી છે. સ્વાઇન ફલુનાં 11 જેટલા પોઝીટિવ કેસ નોંધાયા છે.

તો વાત કરીયે ચાલુ વર્ષની અત્યાર સુધીમાં 53 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેને લઇને તંત્ર પણ હરકતમાં આવી છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરૂણ કુમાર કુર્મીએ જણાવ્યું હતું. કચ્છમાં અત્યાર સુધી સ્વાઈન ફ્લુના કુલ 61 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 53 કેસો ઓક્ટોબર મહિનામાં જ સામે આવ્યા છે.

ત્યારે કચ્છમાં વધતા જતા સ્વાઈન ફ્લુના કહેર વચ્ચે આવતી કાલે અમદાવાદની બીજે મેડિકલ કોલેજના મેડિશિયન ડિપાર્ટમેન્ટના એસોશિએટ પ્રોફેસર ડોક્ટર કમલેશ ઉપાધ્યાય કચ્છની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે.

આઈએમએના ડોક્ટરો સાથે તેઓ બેઠક યોજશે. જેમાં સ્વાઈન ફ્લુ, ઝીકા વાયરસ, ડેન્ગ્યુ, કોંગો ફિવર સહિતના વાયરસ અંગે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપશે. તો કચ્છમાં નોંધાયેલા સ્વાઈન ફ્લુ સહિતના કેસોની વિગતો મેળવીને રિવ્યુ કરવામાં આવશે.

અદાણી સંચાલિત જી કે હોસ્પિટલમાં તબીબો સાથે બેઠક યોજીને વધતા જતા સ્વાઈન ફ્લુના કેસોને અટકાવવા સંદર્ભે ચર્ચા કરાશે. પીએચસી, સીએચસીના મેડિકલ ઓફિસરો સાથે બેઠક યોજાશે અને પુર્વ કચ્છ આઈએમએના તબીબો સાથે ગાંધીધામમાં બેઠક યોજીને માર્ગદર્શન આપવામાં આવશે.