મલેશિયામાં આણંદ જિલ્લાના પીપરી ગામના ત્રણ યુવાનોનો બંધક બનાવામાં આવ્યા છે. આ ત્રણ યુવાનોને એક કારમાં બંધક બનાવામાં આવ્યા છે અને તેમણે મારવાની ઘમકી આપવામાં આવી રહી છે. તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વિડીયોમાં આ યુવકો મલેશિયામાં એજન્ટ દ્વારા હેરાન કરતા હોવાનુ જણાવી રહ્યાં છે. ત્યારે આ વિશે યુવકોના માતાપિતાએ જાણ સાંસદ મિતેષ પટેલને કરી હતી. માતાપિતાએ પોતાના સંતાનોને બચાવવા માટે વિદેશ મંત્રાલયના દરવાજા પણ ખખડાવ્યા છે.
આપને જણાવી દઈએ એક આણંદ જીલ્લાના બોરસદના પપળી ગામના ત્રણ યુવાનો પિયુષ પટેલ, સુનિલ પટેલ અને હિમાંશુ પટેલ એક વર્ષ પહેલા રોજગારી માટે મલેશિયા ગયા હતા, આ યુવકોને મલેશિયામાં એજન્ટ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હોવાનું વીડિયો યુવાનો જણાવી રહ્યાં છે.
વિડીયો જોતા ત્રણે યુવાનના પરિવારજનો ચિંતાનો માહોલ સર્જાયો છે, કેમ કરીને પોતાના પુત્રોને ભારત પાછા લાવવા તેના માટે મથામણ કરી રહ્યા છે.
વિડીયોમાં યુવાનો કહી રહ્યા છે કે, અમને ત્રણ જણને એજન્ટ દ્વારા બે-ત્રણ કલાકથી એક જ ગાડીમાં બંધક બનાવી રાખ્યા છે, તેઓ ગાડીમાં અમને આમ તેમ ફેરવી રહ્યાં છે. અમને ત્રણ મહિનાથી પગાર પણ નથી આપવામાં આવ્યો, અમારે ભારત પાછું આવવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.