Not Set/ રાજ્યમાં આજે નોધાયા કોરોનાના માત્ર આટલા જ કેસ

આરોગ્ય વિભાગના જણાવ્યા છેલ્લાં 24 કલાકમાં 1,207 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા  8,13,270 પર પહોચી  છે

Top Stories Gujarat
A 263 રાજ્યમાં આજે નોધાયા કોરોનાના માત્ર આટલા જ કેસ

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે.  રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા છેલ્લાં 24 કલાકમાં 1,207 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા  8,13,270 પર પહોચી  છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17   લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  3,018 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  7,78,976 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 24,404 છે.

અત્યાર સુધીમાં 1,76,39,673 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,75,359 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 191 કેસ તો ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 80 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 57 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 104 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 57 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાય છે.

3 june corona update રાજ્યમાં આજે નોધાયા કોરોનાના માત્ર આટલા જ કેસ