Not Set/ રાજકોટ : 3 નરાધમોએ 10માં ધોરણમાં ભણતી સગીરાને પીંખી નાંખી

રાજકોટ, રાજકોટમાં એક સગીરાનું દુષ્કર્મ થતાં ચકચાર મચી જવા પામી હતી.કુલ 3 આરોપીઓએ આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જેમાં બે આરોપીઓએ છ મહિના પહેલા અને એક આરોપીએ નજીકના દિવસમાં જ દુષ્કર્મ આચર્યુ હતું.જેની ફરિયાદ સગીરાએ નોંધાવી હતી.જે મુજબ પોલીસ તપાસ હાથ ધરી હતી અને એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી […]

Gujarat Rajkot
qpqpq 9 રાજકોટ : 3 નરાધમોએ 10માં ધોરણમાં ભણતી સગીરાને પીંખી નાંખી

રાજકોટ,

રાજકોટમાં એક સગીરાનું દુષ્કર્મ થતાં ચકચાર મચી જવા પામી હતી.કુલ 3 આરોપીઓએ આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જેમાં બે આરોપીઓએ છ મહિના પહેલા અને એક આરોપીએ નજીકના દિવસમાં જ દુષ્કર્મ આચર્યુ હતું.જેની ફરિયાદ સગીરાએ નોંધાવી હતી.જે મુજબ પોલીસ તપાસ હાથ ધરી હતી અને એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર દુષ્કર્મ કરનારા હવસખોરે તેની સોસાયટીની આસરપાસ જ નિવાસી છે.તેઓએ આ સગીરાનુ અપહરણ કર્યુ હતુ અને બાદમાં દુષ્કર્મ કર્યુ હતું અને જો આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ ત્રણેય હવસખોરોની ધમકીથી સગીરા આખરે કંટાળી ગઇ હતી અને પોલીસનો શરણે પહોંચીને ફરિયાદ કરી હતી.બાદમં પોલીસે તપાસ દરમિયાન એક આરોપીને ધરપકડક કરીને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

રાજકોટના કાલાવડ રોડ ઉપર રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીને શખ્સે અપહરણ કરી કણકોટ તરફ લઇ જઈ બળાત્કાર ગુજારી કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે બંને આરોપીઓએ છ મહિના અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું અને શનિવારે બે પૈકી એક શખ્સે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાએ પોતાના ઉપર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાવન અને સાહિલ નામના બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે ભોગ બનનાર સગીરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સાથે છ મહિના પૂર્વે આ બંને શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી આપી હતી જેથી પોતે ડાઘવા ગઈ હતી ગત શનિવારે તેણી ઘરે જતી હતી ત્યારે સાવન સગીરાને બાઇકમાં અપહરણ કરી કણકોટના પાટિયા તરફ અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં બળાત્કાર કર્યો હતો પરત ઘર પાસે મુકવા આવ્યો ત્યારે તેણીની માતા જોઈ જતા સમગ્ર હકીકત પરિવારને વર્ણવતા પરિવારે હિમ્મત આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ વી એસ વણઝારા સહિતના સ્ટાફે એક આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે ભોગ બનનાર સગીરાનું મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી પોલીસે તજવીજ હાથ ધરી છે બંને હવસખોરો દારૂ, મારામારી, પોક્સો સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.