Not Set/ સરખેજથી ચિલોડા સુધીનો માર્ગ બનશે સિક્સ લેન, સીએમે કર્યું ખાતમુહૂર્ત

સરખેજ, સરખેજથી ગાંધીનગર થઈને ચિલોડા સુધીનો 44 કિલોમીટરનો હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે..જે કાર્યનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામ પાછળ રૂપિયા 867 કરોડનો ખર્ચ થશે. સોલા સિવિલ નજીક  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. હાલ આ રસ્તો ફોર લેનનો છે. આ રસ્તાને પહોળો […]

Top Stories Gujarat
mantavya 236 સરખેજથી ચિલોડા સુધીનો માર્ગ બનશે સિક્સ લેન, સીએમે કર્યું ખાતમુહૂર્ત

સરખેજ,

સરખેજથી ગાંધીનગર થઈને ચિલોડા સુધીનો 44 કિલોમીટરનો હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે..જે કાર્યનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામ પાછળ રૂપિયા 867 કરોડનો ખર્ચ થશે. સોલા સિવિલ નજીક  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

હાલ આ રસ્તો ફોર લેનનો છે. આ રસ્તાને પહોળો કરીને સિક્સ લેન કરવામાં આવશે. એટલું જ નહીં હાઇવેની બંને બાજુ સાત મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. આ રસ્તા પર  સાત નવા ફ્લાયઓવર પણ બનાવવામાં આવશે.

સરખેજથી ચિલોડા સુધીમાં આવતા ઉજાલા સર્કલ, સાણંદ ચોકડી, પકવાન ચાર રસ્તા, વૈષ્ણોદેવી, ઉવારસદ, સરગાસણ અને ઇન્ફોસિટી ખાતે ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ ઉપરાંત  અમદાવાદના થલતેજ અંડરપાસથી લઈને સોલા ભાગવત સુધી 4.18 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર પણ બનશે.

આ કોરિડોર ગુજરાતનો પ્રથમ સિક્સ લેન એલિવેટેડ કોરિડોર હશે. હાઇવે પર આવતા બે રેલવે બ્રિજને પણ 7-8 લેન પહોળા કરવામાં આવશે. 44 કિલોમીટરના રસ્તા પર આકર્ષણ માટે દેશમાં સૌ પ્રથમ વખત લેન્ડ સ્કેપિંગનો પ્રયોગ કરવામાં આવશે. જેમાં હાઇવેની બંને બાજુએ ડિઝાઇનવાળા રસ્તા કરાશે. જેમાં ગાર્ડનિંગ કરવામાં આવશે અને હાઇવે પર સાઉન્ડ બેરિયર તથા ડિસ્પ્લે બોર્ડ પણ મૂકાશે.