Not Set/ અમદાવાદના ૭ મોટા સર્કલ પર બનશે ફ્લાય ઓવર, વાંચો, કેન્દ્ર સરકારે ગુજરાતને શું આપી નવા વર્ષની ભેટ ?

ગાંધીનગર, પાટનગર ગાંધીનગર ખાતે ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં આગામી વર્ષોમાં થનારા વિકાસના કાર્યો અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નવા વર્ષમાં મોટી ભેટ આપતા ૧૬૭૭ કરોડ રૂપિયા વિકાસના કામો માટે ફાળવવામાં આવ્યા છે. જેમાં ૪૭૮ કરોડ રૂપિયા સ્ટેટ રોડના કામો તેમજ ૩ કરોડ રૂપિયા રેલવેના કામ માટે મંજૂર કરવામાં આવ્યા […]

Top Stories
nitin 1515584797 1 અમદાવાદના ૭ મોટા સર્કલ પર બનશે ફ્લાય ઓવર, વાંચો, કેન્દ્ર સરકારે ગુજરાતને શું આપી નવા વર્ષની ભેટ ?

ગાંધીનગર,

પાટનગર ગાંધીનગર ખાતે ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં આગામી વર્ષોમાં થનારા વિકાસના કાર્યો અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નવા વર્ષમાં મોટી ભેટ આપતા ૧૬૭૭ કરોડ રૂપિયા વિકાસના કામો માટે ફાળવવામાં આવ્યા છે. જેમાં ૪૭૮ કરોડ રૂપિયા સ્ટેટ રોડના કામો તેમજ ૩ કરોડ રૂપિયા રેલવેના કામ માટે મંજૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાતમાં દેશમાં પ્રથમ વખત ચિલોડાથી સરખેજ સુધીના ૪૫ કિલો મીટરના નેશનલ હાઈવે પર ટોલ મુક્તિ આપવામાં આવી છે.

  • જુઓ, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નવા વર્ષમાં મોટી ભેટ આપતા વિકાસના આ કામો માટે ફંડ ફાળવવામાં આવ્યું છે :
  • અમદાવાદ- સૌરાષ્ટ્ર-ગાંધીનગરને જોડતા રોડ પહોળાં કરાશે
  • સાણંદથી ચિલોડા વચ્ચેના ૪૫ કિમીના ૪ લેન રોડને ૬ લેન બનાવશે
  • રાજ્યભરમાં રોડ પહોળાં કરવા માટે ૪૨૩ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે.
  • ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં લઇ રોડ બનાવાશે
  • અમદાવાદના ૭ મોટા સર્કલ પર ૬ લેન ફ્લાય ઓવર બનશે
  • રોડ પહોળાં કરવાનું કામ ૨ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે
  • ગરૂડેશ્વર પાસે ૫૨ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાશે
  • દ્વારકાથી બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ બનાવવા માટે ૮૦૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.
  • કેન્દ્રને ૭૮૦ કરોડની દરખાસ્ત મોકલી હતી જેને મંજુરી મળી છે.
  • ૪૭૮ કરોડનું સ્ટેટના રોડનું કામ થશે.
  • પંચાયત હસ્તકના ૩૫૨ કામો કરવામાં આવશે.
  • ૩ કરોડ રૂ. રેલવેના કામ મંજુર કરવામાં આવ્યા.
  • ચિલોડાથી સરખેજ સુધીના ૪૫ કિલો મીટરના નેશનલ હાઈવે પર ટોલ મુક્તિ

અમદાવાદ શહેરમાં  ૬ ઓવર બ્રિજ બનશે.

  • સાણંદ પાસેની ચોકડીથી ઉઝાલા સર્કલ
  • પકવાન હોટેલ
  • એસજીવીપીનું વૈષ્ણોદેવી સર્કલ
  • ઉવારસદ
  • સરગાસણ અને ઇન્ફોસિટી સર્કલ
  • સોલા ભાગવતથી ઝાયડ્સ સુધી
  • જ્યારે સોલા ભાગવત અને ખોડિયાર પર જે રેલવે બ્રિજ છે તેને પહોળા કરી ૬ લેન બનાવશે.