Not Set/ વડોદરા એક્સપ્રેસ હાઈ વે પર કન્ટેનરમાં આગ,8 કલાક સુધી હજારો વાહનોની કતાર,ભૂખ તરસથી લોકો બેહાલ

અમદાવાદ,  અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બે ટ્રકમાં આગ લાગતા સમગ્ર રસ્તા પર ભારે ચક્કાજામ સર્જાયો હતો.એક્સપ્રેસ હાઈવે પર વાસદ નજીક બેડવા ગામ પાસે બુધવારે કેમિકલ ભરેલ ઓઈલ ટેન્કર અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થતાં અચાનક બંને ટ્રક સળગી ઉઠ્યા હતા. ટ્રકો સળગી ઉઠવાથી એક્સપ્રેસ હાઈવે બ્લોક થઈ ગયો હતો. બે ટ્રક સળગવાના […]

Top Stories Ahmedabad Gujarat
rpp વડોદરા એક્સપ્રેસ હાઈ વે પર કન્ટેનરમાં આગ,8 કલાક સુધી હજારો વાહનોની કતાર,ભૂખ તરસથી લોકો બેહાલ

અમદાવાદ, 

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બે ટ્રકમાં આગ લાગતા સમગ્ર રસ્તા પર ભારે ચક્કાજામ સર્જાયો હતો.એક્સપ્રેસ હાઈવે પર વાસદ નજીક બેડવા ગામ પાસે બુધવારે કેમિકલ ભરેલ ઓઈલ ટેન્કર અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થતાં અચાનક બંને ટ્રક સળગી ઉઠ્યા હતા. ટ્રકો સળગી ઉઠવાથી એક્સપ્રેસ હાઈવે બ્લોક થઈ ગયો હતો.

બે ટ્રક સળગવાના કારણે એક્સપ્રેસ વે બ્લોક થતા હજારો વાહનોની લાંબી કતાર લાગી હતી.હાઈવે લગભગ 8 કલાક બ્લોક રહ્યો હતો જેના કારણે 25 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતાર લાગી હતી અને હજારો લોકો અટવાયા હતા.

અસહ્ય ગરમીમાં અટવાયેલા વાહનોમાં ફસાયેલા લોકો પાસે પાણી સુધ્ધા ખૂટી પડ્યું હતું.હાઈવે પાણીની બોટલના પણ બમણા ભાવ થઈ ગયા હતા.

rpp 1 વડોદરા એક્સપ્રેસ હાઈ વે પર કન્ટેનરમાં આગ,8 કલાક સુધી હજારો વાહનોની કતાર,ભૂખ તરસથી લોકો બેહાલ

ટ્રક અને ઓઇલ ટેન્કરમાં લાગેલી આગને કાબુમાં લેવા આણંદથી જેસીબી મંગાવી પડી હતી.ક ન્ટેરમાં આગને કારણે ધડાકા થતા હતા જે બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયા હતા. કન્ટેનરનુ વેગન પેક હોવાના કારણે તેને કાપવા માટે જેસીબીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.આગને ઓલવવા આણંદ ફાયરવિભાગે એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો અને 200 લિટર કેમિકલ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેમિકલ કન્ટેનરમાં આગ લાગવાને કારણે એક્સપ્રેસ હાઇવે પર હજારો વાહનોની કતારમાં લોકો અટવાયા હતા.ટ્રકોમાં આગ લાગતા વડોદરા જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલ સહિત જિલ્લા પોલીસની ટીમો પહોંચી ગઇ હતી. પોલીસે એક્સપ્રેસ વે પર વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો.

જોકે મોડી રાતે 12 વાગે બ્લોક થયેલો રસ્તો ક્લિયર થવાનો શરૂ થયો હતો.વડોદરા ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે સવાર સુધીમાં હાઈવે પર વાહનવ્યવહાર નોર્મલ થઈ જશે.

કલાકો સુધીના ટ્રાફિકજામના લીધે કેટલાક વાહનોમાં પેટ્રોલ- ડીઝલ પણ ખૂટવા લાગ્યા હતા કેટલાક વાહનચાલકોએ ટ્વીટ કરીને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાનું પણ ધ્યાન દોર્યું હતું,