Not Set/ નવસારી :બે સમાજના જૂથો વચ્ચે ભારે અથડામણ,પોલીસે ટીયરગેસ છોડી બેકાબુ ભીડને કાબુમાં લીધી

વિજલપોર શહેરમાં રાત્રી દરમિયાન જૂથ અથડામણ થઈ હતી.જેમાં પથ્થરમારો થતા પોલીસ અને લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.વિઠ્ઠલ મંદિર પાસે નાનકડા અકસ્માત મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો વધુ બિચક્યો હતો અને એક હજાર લોકોનું ટોળુ સામસામે આવી જઈને ભારે પથ્થરમારો કર્યો હતો.આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ […]

Top Stories Gujarat Others
gshassc 5 નવસારી :બે સમાજના જૂથો વચ્ચે ભારે અથડામણ,પોલીસે ટીયરગેસ છોડી બેકાબુ ભીડને કાબુમાં લીધી

વિજલપોર શહેરમાં રાત્રી દરમિયાન જૂથ અથડામણ થઈ હતી.જેમાં પથ્થરમારો થતા પોલીસ અને લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.વિઠ્ઠલ મંદિર પાસે નાનકડા અકસ્માત મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો વધુ બિચક્યો હતો અને એક હજાર લોકોનું ટોળુ સામસામે આવી જઈને ભારે પથ્થરમારો કર્યો હતો.આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને ટોળાને કાબુમાં લેવા જતા પોલીસ જવાનો પર પણ પથ્થરમારો કરાયો હતો.જોકે પોલીસ દ્વારા ટિયરગેસના સેલ છોડાયા બાદ ટોળુ વિખેરાયું હતું અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.. પરંતુ તકેદારીના ભાગરૂપે પોલીસની એક ટીમ ઘટના સ્થળે તૈનાત કરી દેવાઈ છે.

A collision between two factions of Dalit and Rajput community, leaving 25 tier gas cells

વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે એક નાનકડો અકસ્માત થયો હતો જે અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો જેમાં 1000 જેટલું ટોળું સામ સામે આવીને પથ્થરમારો કરતા ટોળું બેકાબુ બન્યું હતું.તો ઉશ્કેરાયેલા ટોળા એ પોલીસ પર પણ પથ્થર મારો કર્યો હતો.જેમાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા.દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ટોળું દ્વારા કે રીતે પથ્થર મારવામાં આવ્યા હતા અને પોલીસ ની ગાડી પર પણ પથ્થર મારો કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસના વાહનો ને પણ નુકશાન થયું હતું.

A collision between two factions of Dalit and Rajput community, leaving 25 tier gas cells

વિજલપુર ની પોલીસથી ટોળું કાબુમાં ન આવતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દઈને ૨૫ થી વધુ ટિયરગેસના સેલ છોડતા ટોળું વિખરાઈ ગયું હતું તો ફરી મોટી બબાલ ન થાય તે માટે રાત્રી દરમ્યાન પોલીસને ઘટના સ્થળે ગોઠવી દીધી હતી હજીપણ મામલો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે પોલીસે બંને જૂથને સાંભળીને ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.જોકે પથ્થર મારા માં કેટલાક લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.