Not Set/ છુટાછેડા લીધેલી યુવતીએ ઝેર પીને પોતાનું જીવન ટુંકાવ્યું

અંકલેશ્વર, અવારનવાર આત્માહત્યા અને હત્યાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક આવી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં અંકલેશ્વરના હજાત ગામે રહેતી ૨૭ વર્ષની યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ યુવતીએ તેના ઘરથી દૂર જૂની દીવી ગામના એક ખેતરમાં આવેલી ઝૂંપડીમાં જઈને ઝેરી દવા પીધી હતી. આ યુવતી એલઆઇસીમાં એજન્ટ […]

Gujarat
um છુટાછેડા લીધેલી યુવતીએ ઝેર પીને પોતાનું જીવન ટુંકાવ્યું

અંકલેશ્વર,

અવારનવાર આત્માહત્યા અને હત્યાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક આવી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં અંકલેશ્વરના હજાત ગામે રહેતી ૨૭ વર્ષની યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ યુવતીએ તેના ઘરથી દૂર જૂની દીવી ગામના એક ખેતરમાં આવેલી ઝૂંપડીમાં જઈને ઝેરી દવા પીધી હતી.

આ યુવતી એલઆઇસીમાં એજન્ટ તરીકે કામ કરતી હતી. આ યુવતીની લાશ પાસેથી એક ડાયરી મળી આવી છે. જેમાં લખ્યું  હતું કે I Miss You મમ્મી-પપ્પા એન્ડ ફ્રેન્ડસ.

તમને જણાવી દઈએ કે, આ યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને લગ્નના એક મહિના બાદ તેના છુટાછેડા થઇ  ગયા હતા. છુટાછેડા બાદ તે નિરસ રીતે પોતાના દિવસોને વિતાવી રહી હતી.

પોલીસે જણાવ્યા પ્રમાણે, આ યુવતીએ તેના છુટાછેડાના કારણે આ પગલું ભર્યું હોય તેમ અનુમાન કરવામાં આવી રહ્યું છે. સાથે એ પણ જણાવ્યું કે, આ યુવતી ઘરેથી રાબેતા મુજબ જીઆઇડીસી ખાતે આવેલી એલ.આઈ.સીની ઓફિસ કે જ્યાં તે જોબ કરતી કરતી હતી ત્યાં જવા નીકળી હતી. મોડી રાત્રે ઘરે પરત ના આવતા પરિવારે તેની શોધખોળ કરી હતી અને બીજી બાજુ જૂની દીવી ગામના લોકોને લાશ મળી આવતા પોલીસને જાણ કરી હતી.

પોલીસને આ યુવતીની લાશ પાસેથી ડાયરી મળી હતી. જેમાં લખેલું હતું કે, I Miss You મમ્મી-પપ્પા એન્ડ ફ્રેન્ડસ. સાથે એક ફોન પણ મળી આવો હતો કે જેમાં સીમકાર્ડ ન હતું. પોલીસે ડાયરી અને મોબાઇલને જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.