Not Set/ દાહોદમાં શાળામાં જ શિક્ષિકા અને આચાર્યની ‘પ્રેમ લીલા’નો વીડિયો થયો વાયરલ

દાહોદઃ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંક રૂપ એક બનાવ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં બનવા પામ્યો છે. સંજેલી તાલુકાની એક શાળામાં જ સ્કૂલના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે થતી ‘પ્રેમ લીલા’ કહો કે  ‘ઇલુ-ઇલુ’ આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે. આ ‘પ્રેમલીલા’ના વીડિયો સામે આવ્યા બાદ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં શાળાના આચાર્ય અને શિક્ષિકા સામે રોષ […]

Top Stories Gujarat Others Trending
A Video of a school teacher and Acharya's 'Prem Lila' in Dahod

દાહોદઃ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંક રૂપ એક બનાવ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં બનવા પામ્યો છે. સંજેલી તાલુકાની એક શાળામાં જ સ્કૂલના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે થતી ‘પ્રેમ લીલા’ કહો કે  ‘ઇલુ-ઇલુ’ આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે. આ ‘પ્રેમલીલા’ના વીડિયો સામે આવ્યા બાદ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં શાળાના આચાર્ય અને શિક્ષિકા સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે મામલે ગામજનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.

શિક્ષણ જગતની કલંકરૂપ એવી આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની એક શાળામાં એક શિક્ષક અને શિક્ષિકાની ‘પ્રેમલીલા’ના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં દેખાતો શિક્ષક તે જ શાળાનો આચાર્ય હોવાનું બહાર આવ્યું છે. આ વીડિયોમાં બંને શિક્ષકો સ્ટાફરૂમમાં જ પ્રેમલીલા આચરતાં નજરે પડી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક અહેવાલ મુજબ આ વીડિયો સંજેલી તાલુકાના ભામણ ગામની એક શાળાનો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર રીતે માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

આ બહાર આવેલા આ વીડિયોમાં શાળાના આચાર્ય તેની સ્કૂલની એક શિક્ષિકાને સ્ટાફરૂમમાં ભેટીને ‘પ્રેમલીલા’ આચરી રહ્યો છે. એટલું જ નહીં તે શિક્ષિકા સાથે ગંદી હરકતો પણ કરી રહ્યાનું પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ ગામના લોકોમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસે જણાવ્યું હતું કે, જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ દુઃખદ છે. આ મામલે તાલુકા પ્રાથમિક અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી તપાસ કરશે અને ત્યાર આ બંને શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષક અને શિક્ષિકાની પ્રેમલીલા અંગે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી, તેમજ બંને સામે કડક પગલાં લેવાની રજુઆત કરી હતી. આ મામલે ડીઈઓ તરફથી પાંચ સભ્યોની એક તપાસ ટીમ બનાવીને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

જે સ્થળે બાળકોને સારા સંસ્કાર આપવામાં આવતા હોય છે તે જ સ્થળે એક શિક્ષક અને શિક્ષિકા આવી ગંદી હરકતો કરી રહ્યાનો બનાવ સામે આવ્યા બાદ શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ તો આ અંગે તપાસના આદેશ અપાયા છે. હવે આ અંગે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું.