હવામાન વિભાગ/ ઉત્તર-દક્ષિણ ભારતમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આ સિવાય દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

Top Stories India
heavy rain fall 1 ઉત્તર-દક્ષિણ ભારતમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) ના હવામાન અહેવાલ મુજબ ચોમાસાનો પશ્ચિમ છેડો તેની સામાન્ય સ્થિતિમાં રહે છે. જ્યારે ચોમાસાનો પૂર્વ છેડો તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ છે. આગામી 24 કલાક દરમિયાન તે નીચલા હિમાલય તરફ આગળ વધે તેવી શક્યતા છે.

જન આશિર્વાદ યાત્રા / ગામડામાં ખેડૂતો અને સરપંચોને સરકારે મજબૂત કર્યા છે : પરસોત્તમભાઇ રૂપાલા

ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની અપેક્ષા

ભારતીય હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી હિલચાલ છે. આ સિવાય વિદર્ભમાં પણ ચક્રવાતી હિલચાલ દેખાય છે. તેની અસરને કારણે આગામી પાંચ દિવસ સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદની પણ અપેક્ષા છે.

દોડધામ / રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 માસના બાળકનું કોરોના થી મોત,આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું

દક્ષિણ ભારતમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આગામી બે દિવસના વરસાદ બાદ ભારે વરસાદમાં ક્રમશ: ઘટાડો થશે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

Afghanistan Crisis / 85 ભારતીય આજે પહોંચશે દેશ, કાબુલથી IAF ના વધુ એક વિમાન ભરી ઉડાન

majboor str 12 ઉત્તર-દક્ષિણ ભારતમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી