Not Set/ રોડરેજ કેસ : ૩૦ વર્ષ બાદ નવજોતસિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે આપી રાહત

નવી દિલ્હી, પંજાબની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુને સુપ્રીમ કોર્ટ દ્વારા ૩૦ વર્ષ જુના રોડરેજ કેસમાં મોટી રાહત આપી છે. મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સિદ્ધુને રાહત આપતા IPCની ધારા ૩૦૪ હેઠળ કોઈની હત્યા કરવાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે જયારે IPCની ધારા ૩૨૩ હેઠળ કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરવાના કેસમાં […]

India
રત્તત્ત રોડરેજ કેસ : ૩૦ વર્ષ બાદ નવજોતસિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે આપી રાહત

નવી દિલ્હી,

પંજાબની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુને સુપ્રીમ કોર્ટ દ્વારા ૩૦ વર્ષ જુના રોડરેજ કેસમાં મોટી રાહત આપી છે. મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સિદ્ધુને રાહત આપતા IPCની ધારા ૩૦૪ હેઠળ કોઈની હત્યા કરવાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે જયારે IPCની ધારા ૩૨૩ હેઠળ કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે.

મહત્વનું છે કે, આજથી લગભગ ૩૦ વર્ષ પહેલા ૨૭ ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ પટિયાલામાં ૬૫ વર્ષીય ગુરનામ સિંહની મુક્કો મારવાથી મોત થઇ ગયું હતું. જો કે ત્યારબાદ અ કેસ મામલે નીચલી અદાલત દ્વારા સિદ્ધુને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ પંજાબ-હરિયાણા હાઇકોર્ટ દ્વારા આ નિર્ણયને બદલતા હત્યા કરવાના મામલે દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ આ હાઇકોર્ટના નિર્ણયને નવજોત સિદ્ધુ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

જો કે આ મામલે કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા બાદ સિદ્ધુએ જણાવ્યું, “હું પંજાબની જનતાને ધન્યવાદ આપું છું. તેમની દુઆઓ અને પ્રાર્થનાના કારણે હું આજે નિર્દોષ જાહેર થયો છું. હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મેસેજ આપીને જણાવ્યું છે કે, મારું જીવન હવે તેઓનું છે”.

મૃતકના પરિજનો દ્વારા આ પહેલા થયેલી સુનાવણી દરમિયાન વર્ષ ૨૦૧૨માં એક ચેનલને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂને નવજોત સિદ્ધુએ પુરાવા તરીકે રજુ કરાયો હતો. જેમાં સિદ્ધુએ સ્વીકાર કર્યો હતો કે તેઓની મારપીટના કારણે ગુરનામ સિંહનું મોત થયું હતું.

આ પહેલા ૧૨ એપ્રિલની સુનાવણી દરમિયાન પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે,”સિદ્ધુને ખોટું બોલ્યા હતા કે તેઓ ઘટનાસ્થળે ઉપસ્થિત ન હતા”.

પંજાબ સરકારના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, “સિદ્ધુ દ્વારા મુક્કો મારવાના કારણે ગુરુનામ સિંહનું મોત નીપજ્યું હતું”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ટ્રાયલ કોર્ટ દ્વારા ખોટો નિર્ણય સંભળાવ્યો હતો કે ગુરુનામ સિંહનું મોત બ્રેન હેમરેજ દ્વારા નહીં પણ હાર્ટ એટેકના કારણે થયું હતું.

કોંગ્રેસ સિધ્ધુની છે વિરુધ

તમને જણાવી દઈએ કે, આ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ૩૦ વર્ષ જુના રોડરેજના કેસ મામલે  નવજોત સિદ્ધુથી કિનારો કર્યો હતો, તેમજ સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકારના વકીલે કહ્યું હતું કે, હાઇકોર્ટથી સિદ્ધુને જે સજા ફટકારી છે તે યોગ્ય છે.

જો કે ત્યારબાદ નવજોત સિદ્ધુનું નામ કર્ણાટકના ચૂંટણી પ્રચારના લિસ્ટમાંથી પણ બહાર કરવામાં આવ્યું હતું.