Not Set/ આકડીયાથી અમરેલીને જોડતો હાઇવે બન્યો બિસમાર, વાહન વ્યવહારને અકસ્માતનો ભય

અમરેલી, મોટા આકડીયાથી અમરેલી જિલ્લાને જોડતો હાઇવે બન્યો છે બેસુમાર હાલતમાં લોકોને અહીં પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ હાઇવે રોડ પર ખેડૂતોને રાત દિવસ પોતાના પાકમોલને જીવંત રાખવા પસાર થવું પડે છે. સતત મોટા મોટા ભુવા પડયા છે તેનો સામનો કરી પસાર થવું પડે છે. જેને લઈને લોકોને અને વાહન […]

Top Stories Gujarat Trending
01 7 આકડીયાથી અમરેલીને જોડતો હાઇવે બન્યો બિસમાર, વાહન વ્યવહારને અકસ્માતનો ભય

અમરેલી,

મોટા આકડીયાથી અમરેલી જિલ્લાને જોડતો હાઇવે બન્યો છે બેસુમાર હાલતમાં લોકોને અહીં પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ હાઇવે રોડ પર ખેડૂતોને રાત દિવસ પોતાના પાકમોલને જીવંત રાખવા પસાર થવું પડે છે. સતત મોટા મોટા ભુવા પડયા છે તેનો સામનો કરી પસાર થવું પડે છે. જેને લઈને લોકોને અને વાહન વ્યવહારને અકસ્માતનો ભય રહે છે.

એક તરફ આ રોડ જિલ્લાને જોડતો રોડ છે અને અહીંના સ્થાનિક લોકો પ્રસુતિ કે ઇમરજન્સી જેવા કેસોમાં 108 બોલાવવામાં આવેતો એ રસ્તાના લીધે સમયચૂક બને છે માટે અહીંના સ્થાનિક અને રાહદારી જણાવી રહયા છે કે આ રોડ બન્યો તેને ઘણા વર્ષ થઈ ચૂક્યા છે.

01 8 આકડીયાથી અમરેલીને જોડતો હાઇવે બન્યો બિસમાર, વાહન વ્યવહારને અકસ્માતનો ભય

હવે તંત્ર અને ધારાસભ્ય ધ્યાન આપે તેમજ આ હાઇવેરોડને નવસર્જન કરાવેતો સારું જેથી કરીને રાહદારી કે મુસાફરોને કોઈ મોટી દુર્ઘટના બનતા અટકશે.

01 9 આકડીયાથી અમરેલીને જોડતો હાઇવે બન્યો બિસમાર, વાહન વ્યવહારને અકસ્માતનો ભય

મોટા આકડીયાના ખેડૂતોને દિવસમાં ચારથી પાંચ વખત પસાર થવું પડે છે જેને લઈને રોડની પરિસ્થિતિ જોઈને ક્યારે મોટી દુર્ઘટના સર્જાય તે કહી હકાય નહીં. સ્થાનિકોની માંગ છે કે આ રોડની કામગીરી જેટલી જલ્દી શરુ થાય એટલું સારું. હવે જોવાનું રહ્યું કે આ રોડની કામગીરી કેટલા સમયમાં શરુ થાય છે.