અટકાયત/ ગુજરાતના આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની પોલીસે કરી અટકાયત બાદમાં મુક્ત કર્યા

મહેસાણા તાલુકા પોલીસે ગોપાલ ઇટલીયા મહેસાણામાં એન્ટ્રી મારે એ પહેલાં જ ટોલનાકા પાસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

Gujarat
gopaliya ગુજરાતના આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની પોલીસે કરી અટકાયત બાદમાં મુક્ત કર્યા

જુદા જુદા  ગામોમાં જન સંવેદના ક્રાર્યક્રમના  બીજા તબ્બકાની શરૂઆત ગોપાલ ઇટાલીયાએ  ઉમિયા માતાજીના દર્શન કરીને  કરી હતી  આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાની મહેસાણા તાલુકા પોલીસે અટકાયત કરી હતી. પ્રદેશ અધ્યક્ષ ઇટાલીયાને અંતે મહેસાણા પોલીસે છેવટે મુક્ત કર્યા છે.ગોપાલ ઇટાલિયા હવે વિસનગર જવા રવાના થયા છે. આગામી તમામ કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ જ રહેશે. એક જ મેસેજથી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા અને મહેસાણા જિલ્લા પોલીસે ગોપાલ ઇટાલિયાને મુક્ત કરવાનો તત્કાલ નિર્ણય લેવો પડ્યો હતો.

ટોલનાકા પાસે ધરપકડ બાદ હાલમાં ગોપાલ ઇટલીયાને જુના કોઈ કેસમાં અટકાયત કરી હોવાનું ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી હતી.ગોપાલ ઇટલીયા અને ઇસુદાન ગઢવી આજે મહેસાણા જિલ્લાના ઉનાવા, સતલાસણા, કુકરવાડાં, બાકરપુરા, વિસનગર ખાતે આજે દિવસભર જન સંવેદના મુલાકાત યોજવાના હતા. જો કે મહેસાણા તાલુકા પોલીસે ગોપાલ ઇટલીયા મહેસાણામાં એન્ટ્રી મારે એ પહેલાં જ ટોલનાકા પાસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

ઇશુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં માહિતી પોસ્ટ કરી હતી કે, આજે મહેસાણા જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં આપના બે નેતાઓ આજે કાર્યક્રમ યોજવાના હતા. જેમાંથી ગોપાલ ઇટાલિયાને મહેસાણા તાલુકા પોલીસે અગાઉના કોઈ કેસમાં અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહેસાણા આપ ના કાર્યકર્તા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા.