Dhollywood/ મહેશ-નરેશ કનોડિયાના નિધનના આઘાતથી તૂટી પડ્યા હિતુ કનોડિયા, કહ્યું, “સાથે જીવશું, સાથે મરશુ”

પોતાના વહાલસોયા પિતાને અગ્નિદાહ આપ્યા બાદ પુત્ર હિતુ કનોડિયાએ દુખદ હૃદયે તેઓએ કહ્યું હતું કે, આજે મારા પિતા નરેશ કનોડિયા સવારે 9 વાગે ધામમાં ગયા છે. પરમ દિવસે મહેશ બાપા ધામમાં ગયા.

Top Stories Gujarat Others
aa 20 મહેશ-નરેશ કનોડિયાના નિધનના આઘાતથી તૂટી પડ્યા હિતુ કનોડિયા, કહ્યું, “સાથે જીવશું, સાથે મરશુ”

બે દિવસ પહેલા જ દિગ્ગજ કલાકાર મહેશ કનોડિયાનું નિધન થયું છે, ત્યારે આ આ આઘાતની ઘડીમાં ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાઆજે સવારે નિધન થયું છે, ત્યારે આ સાથે જ મહેશ અને નરેશ કનોડિયાની જોડી બે દિવસમાં તૂટી ગઈ છે. આ કારણે કનોડિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ સાથે જ નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા એ બે જ દિવસમા પરિવારના બે મોભીને ગુમાવ્યા છે. તેઓએ બે દિવસના ગાળમાં જ મોટા બાપા અને પિતાને ગુમાવ્યા છે. ત્યારે સ્મશાન ગૃહમાં પિતા નરેશ કનોડિયા ના અંતિમ સંસ્કાર કરતા સમયે તેઓ પોતાની લાગણી રોકી શક્યા ન હતા. તેઓ ચોધાર આસુંએ રડી પડ્યા હતા.

આ પણ વાંચો : #Dhollywood: નરેશ કનોડિયાના કોરોના ગાઈડલાઈન્સ મુજબ કરાશે અંતિમ સંસ્કાર…

પોતાના વહાલસોયા પિતાને અગ્નિદાહ આપ્યા બાદ પુત્ર હિતુ કનોડિયાએ દુખદ હૃદયે તેઓએ કહ્યું હતું કે, આજે મારા પિતા નરેશ કનોડિયા સવારે 9 વાગે ધામમાં ગયા છે. પરમ દિવસે મહેશ બાપા ધામમાં ગયા. ત્યારે બંને ભાઈઓ એક મિશાલ કાયમ કરીને ગયા છે. અત્યાર સુધી લોકો તેઓને રામલક્ષ્મણની જોડી કહેતા હતા. હવે તેઓએ સાબિત કરી કે તેઓએ એકસાથે મોત લઈને સાબિત કરી દીધું કે, ખરા અર્થમા રામ-લક્ષ્મણની જોડી છે.

આ દુખદ પ્રસંગે પિતાની ફિલ્મનું એક ગીત‘હું તારો મેલુ અને હું તારી માલણ..’ નું એક ગીત ગાતા સમયે હિતુ કનોડિયા રડી પડ્યા હતા. આ ગીતના પંક્તિઓ ગાતા તેઓ બોલ્યા હતા કે, ‘નાના છીએ, મોટા થઈશું… તોય કદીના છેટા રહીશુ, સાથે રહેશું, સાથે ફરીશું… સાથે જીવશું, સાથે મરશુ…. ’ તેઓ સાથે જ જીવ્યા હતા અને સાથે જ મર્યા છે.

આ પણ વાંચો: Gujarati Cinema / ઢોલીવુડને લાગ્યો વધુ મોટો ઝટકો, હવે નહીં જોવા મળે નરેશ-મહેશની જોડી…