Not Set/ સાણંદ ચોકડી નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 2 બાળકોના મોત

અમદાવાદ, અમદાવાદના બાવળા- સાણંદ ચોકડી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા બે બાળકો મોતને ભેટ્યા છે.જ્યારે 30થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તો ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ હજી […]

Top Stories Ahmedabad Gujarat
arm સાણંદ ચોકડી નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 2 બાળકોના મોત

અમદાવાદ,

અમદાવાદના બાવળા- સાણંદ ચોકડી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા બે બાળકો મોતને ભેટ્યા છે.જ્યારે 30થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તો ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

 આપને જણાવી દઈએ કે મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં ટ્રકની ટક્કર લાગતા એસટી બસ રોડ પાસે આવેલી નાનકડી ખાડીમાં ખાબકી હતી.

https://lh3.googleusercontent.com/-2U2e26fIrU0/XTJ-QxNGpZI/AAAAAAAAIPk/zkip3Uj5rZ0Cj3GMec1KRL0aN1TVbY2YgCK8BGAs/s0/Ahm_Accident_177.JPG

ઉલ્લેખનીય છે કે ત્યાંના સ્થાનિક લોકો તેમ જે ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ ખાડીમાંથી ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ઘરી હતી.

લોકોએ દોરડાની મદદથી ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા હતા. તો બીજી બજુ  ઘટનાને પોલીસ પણ દોડતી થઈ હતી.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.