Not Set/ વિવાદો બાદ અંતે રાજકોટને ફાળવાઈ એમ્સ, નીતિન પટેલે કરી જાહેરાત

ગાંધીનગર, રાજ્યમાં એમ્સ હોસ્પિટલ વડોદરામાં બનશે કે રાજકોટમાં. છેલ્લા કેટલાક સમયથી આ બંને શહેરો વચ્ચે એમ્સ હોસ્પિટલની ફાળવણીને લઈ અનેક વિવાદો સામે આવી રહ્યા હતા, ત્યારબાદ ગુરુવારે અંતે એમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુરુવારે પાટનગર ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા એમ્સ હોસ્પિટલ રાજકોટને ફાળવવા અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. નીતિન […]

Top Stories Rajkot Gujarat Trending
nitin 1514642586 વિવાદો બાદ અંતે રાજકોટને ફાળવાઈ એમ્સ, નીતિન પટેલે કરી જાહેરાત

ગાંધીનગર,

રાજ્યમાં એમ્સ હોસ્પિટલ વડોદરામાં બનશે કે રાજકોટમાં. છેલ્લા કેટલાક સમયથી આ બંને શહેરો વચ્ચે એમ્સ હોસ્પિટલની ફાળવણીને લઈ અનેક વિવાદો સામે આવી રહ્યા હતા, ત્યારબાદ ગુરુવારે અંતે એમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુરુવારે પાટનગર ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા એમ્સ હોસ્પિટલ રાજકોટને ફાળવવા અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, “રાજકોટ શહેરમાં ૧૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે એમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે અને આ હોસ્પિટલ શરૂઆતમાં ૮૦૦થી ૧૦૦૦ બેડની હશે”.

2 1522741897 વિવાદો બાદ અંતે રાજકોટને ફાળવાઈ એમ્સ, નીતિન પટેલે કરી જાહેરાત
gujarat-After all disputes aiims allocated to Rajkot Nitin Patel made the announcement

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “થોડાક સમય બાદ એમ્સ હોસ્પિટલનું વિસ્તરણ કરવામાં આવશે અને આ હોસ્પિટલમાં રિસર્ચનું પણ કામ થશે”.

કોંગ્રેસ પર હુમલો બોલતા ઉપ-મુખ્યમંત્રીએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટીના રાજમાં રાજ્યના લોકોને એમ્સ હોસ્પિટલ આપવા અંગે ઉપેક્ષા કરવામાં આવી હતી”.

રાજકોટને એમ્સ હોસ્પિટલ ફાળવવા અંગે તેઓએ કહ્યું, “ઉચ્ચકક્ષાની એમ્સ હોસ્પિટલથી લોકોને ફાયદો મળશે અને મોંઘી સારવારો સસ્તામાં મળી શકશે.

એમ્સ માટે જમીનની ફાળવણી અંગે નીતિન પટેલે ઉમેર્યું, “એમ્સ માટે જે પ્રકારની જમીનની જરૂરત છે તે માટેની જમીન રાજકોટમાંનક્કી થઇ ગઈ છે અને આ માટે રાજ્ય સરકારે કેન્દ્રમાં પણ જાણ કરી દીધી છે”.