Not Set/ અ’વાદ: ખોખરા ઓવરબ્રિજને 25મી નવેમ્બરથી સંપૂર્ણપણે બંધ, તમામ વાહનોને વૈકલ્પીક આ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે

અમદાવાદ, અમદાવાદના મણીનગર કાંકરીયાના ખોખરા વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાળ ખોખરા ઓવરબ્રિજને 25મી નવેમ્બરથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નીર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જેના કારણે લોકોને મુશ્કેલી ઉભી થઇ શકે છે. કેમ લેવામાં આવ્યો નિર્ણય? આ બ્રિજની ડિઝાઇનનો સમયગાળો પુરો થઇ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વેસ્ટર્ન રેલ્વે ઓથોરીટી અમદાવાદ શહેર રેલ્વે […]

Top Stories Ahmedabad Gujarat Trending
mantavya 151 અ'વાદ: ખોખરા ઓવરબ્રિજને 25મી નવેમ્બરથી સંપૂર્ણપણે બંધ, તમામ વાહનોને વૈકલ્પીક આ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે

અમદાવાદ,

અમદાવાદના મણીનગર કાંકરીયાના ખોખરા વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાળ ખોખરા ઓવરબ્રિજને 25મી નવેમ્બરથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નીર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જેના કારણે લોકોને મુશ્કેલી ઉભી થઇ શકે છે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય?

આ બ્રિજની ડિઝાઇનનો સમયગાળો પુરો થઇ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વેસ્ટર્ન રેલ્વે ઓથોરીટી અમદાવાદ શહેર રેલ્વે કન્સ્ટ્રક્શન ડિવીઝન દ્વારા કાંકરીયા યાર્ડથી અનુપમ જતા ઓવરબ્રિજને રીકંસ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવાની હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ રૂટનો ઉપયોગ કરતા તમામ વાહનોને વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.

તમામ વાહનોને વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.

રૂટ-1

*કાંકરીયા,

*ગીતામંદીર,

*આસ્ટોડિયા,

*દાણીલીમડા તરફથી આવતા વાહનોને મણીનગર નાથાલાલ ઝગડા,

*દક્ષીણી ક્રોસીંગ તેમજ 132 ફૂટ રીંગ રોડ આવકાર હોલ થઇને ગુરૂજી રેલ્વેબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

*દાણીલીમડા થઇને નારોલ નરોડાનો રોડ ઉપયોગમાં લેવાનો રહેશે.

રૂટ-2

*સારંગપુર ન્યુક્લોથ માર્કેટ પાંચકુવા બજાર,

*રીલીફરોડ તેમજ કાલુપુર રેલ્વેસ્ટેશનથી આવતા ટ્રાફિકે કાલુપુર રેલ્વે બ્રિજ અને સારંગપુર રેલ્વે ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

રૂટ-3

* નારોલ- નરોડા હાઇવે એક્સપ્રેસ હાઇવે,

*સીટીએમ જશોદાનગર અને વટવા તરફથી આવતા ટ્રાફિકે ખોખરા નાથાલાલ ઝગડા રેલ્વે ઓવરબ્રિજ,

*મણીનગર દક્ષીણી રેલ્વે ક્રોસીંગ તેમજ ગુરૂજી રેલ્વેબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

રૂટ-4

ઓઢવ, નારોલ, નરોડા, સોનીની ચાલી રખિયાલ 132 ફૂટ રીંગરોડ તરફથી આવતા ટ્રાફિકે સારંગપુર રેલ્વે ઓવરબ્રિજ અને કાલુપુર રેલ્વે ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

ત્રણ વર્ષ પહેલા આ ખોખરા બ્રિજનો એક ભાગ તુટી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા આ ખોખરા બ્રિજનો એક ભાગ તુટીને મણીનગર રેલ્વેટ્રેક પર પડ્યો હતો. સદનસીબે તે સમયે તે ફાટક પરથી કોઇ ટ્રેન પસાર થતી ન હોવાથી જાનહાની થઇ ન હતી પણ આ સ્લેબ પડવાથી રેલ્વેનો વાહનવ્યવહાર અમુક સમય માટે બંદ કરી દેવાયો હતો તે બાદ આ બ્રિજને એક તરફથી રીકંસ્ટ્રક્શન કરાયો હતો હવે આ બ્રિજની ડિઝાઇનનો સમયગાળો પૂર્ણ થતા તેને ફરી રીકંસ્ટ્રક્શન કરવામાં આવનાર છે.

વિશાલા સર્કલથી નારોલ હાઇવેને જોડનારા સાબરમતી નદી પરના બ્રિજની બિસ્માર હાલત

બીજીબાજુ  નારોલ સરખેજ હાઇવે પરના વિશાલા સર્કલથી નારોલ હાઇવેને જોડનારા સાબરમતી નદી પરના બ્રિજની બિસ્માર હાલતના લીધે આ બ્રીજ પરથી રાત્રીના સમયે લોકો જતા પણ ડરે છે.

વિશાલા બ્રીજની હાલત જર્જરિત અને જોખમી બની રહી છે તેમ છતાં તંત્ર સહિતના સત્તાધીશો આ બ્રીજ પર થીગડા મારીને જતા રહે છે. કેટલીક જગ્યાએથી બ્રીજની પાળીઓ પણ તૂટી ગઈ છે.જેના કારણે ગમે ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે કોઇ ગંભીર અકસ્માત સર્જાય તો મોટી દુર્ઘટના કે જાનહાનિ થવાની દહેશત છે.

આ રિવરબ્રિજ પર સવાર-સાંજના સમયે તો ટ્રાફિક જામ થાય છે. થોડાક દિવસ પહેલા જ બ્રીજની એક પાળી તૂટી ગઈ હતી પરંતુ તેને ટેમ્પરરી બનાવી દીધી પરંતુ બ્રીજ પર ગણી બધી પાળીo એવી છે કે જે ગમે ત્યારે તૂટી શકે છે. બીજી તરફ બ્રિજ પર ઠેર ઠેર ગાબડાં પડ્યા છે, જેના કારણે વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા છે. હવે જોવાનાનુંએ રહ્યું કે તંત્ર ક્યારે આ બ્રીજની પણ રીકંસ્ટ્રક્શનની કામગીરી શરૂ કરશે.