Not Set/ પોક્સો ગુનામાં આરોપીની મદદ કરવાના આરોપમાં મહિલાની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદમાં એક શર્મનાક બનાવ આનંદનગરમાં બન્યો હતો. જ્યાં એક નરાધમે 15 વર્ષની સગીરાની જોડે શારીરિક અડપલાં કર્યા હતા. જેની ફરિયાદ વેસ્ટ વુમન પોલીસ સ્ટેશનમાં દાખલ થતા મહિલા પોલીસે તેની તપાસ શરુ કરતા તેમને જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપીને દુષ્કર્મ આચરવા માટે હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે કામ કરતીં કનકબેને ગુનામાં મદદ કરી હતી. જે મામલે પોલીસે […]

Ahmedabad Gujarat Trending
AHD Session Court 1 પોક્સો ગુનામાં આરોપીની મદદ કરવાના આરોપમાં મહિલાની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદમાં એક શર્મનાક બનાવ આનંદનગરમાં બન્યો હતો. જ્યાં એક નરાધમે 15 વર્ષની સગીરાની જોડે શારીરિક અડપલાં કર્યા હતા. જેની ફરિયાદ વેસ્ટ વુમન પોલીસ સ્ટેશનમાં દાખલ થતા મહિલા પોલીસે તેની તપાસ શરુ કરતા તેમને જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપીને દુષ્કર્મ આચરવા માટે હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે કામ કરતીં કનકબેને ગુનામાં મદદ કરી હતી.

જે મામલે પોલીસે તેની ધરપકડ કરવાનો પ્રયાસ શરુ કરતા મહિલા આરોપીએ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે સરકારી વકીલ વિજયસિંહ ચાવડાની દલીલો અને પુરાવાને આધારે ફગાવી મૂકી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી નાની બાળકીઓની સાથે શારીરિક અડપલાં બનવાના કિસ્સા અમદાવાદમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે.

નિર્દોષ બાળકીઓની સાથે નરાધમો તેમની આબરૂ લૂંટવાનું જે પ્રયાસો કરી રહ્યાં છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જાણે તેમની અંદર કાયદાનો કોઈ ખોફ જ રહ્યો ના હોય. અને આવા અપરાધીઓને કાયદાનું ભાન કરાવવા માટે અદાલત તરફથી સતત લાલઆંખ કરવામાં આવી રહી છે.