Not Set/ દારૂની હેરાફેરીનો નવો કીમિયો : ગેસ સિલિન્ડરમાં બોટલો ભરી વેંચતા બે ઝડપાયા

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી અને વેચાણ કરી રહ્યા છે. ત્યારે પોલીસની નજરોથી બચીને બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમીયા શોધી કાઢે છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં પણ બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ગેસના સિલિન્ડરમાં દારૂની બોટલ સેટ કરીને દારૂની હેરાફેરી કરવાનો નવો કિમીયો શોધી કાઢ્યો હતો. પરંતુ પોલીસના હાથે ઝડપાયા છે. શહેરની રામોલ પોલીસે […]

Top Stories Ahmedabad Gujarat

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી અને વેચાણ કરી રહ્યા છે. ત્યારે પોલીસની નજરોથી બચીને બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમીયા શોધી કાઢે છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં પણ બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ગેસના સિલિન્ડરમાં દારૂની બોટલ સેટ કરીને દારૂની હેરાફેરી કરવાનો નવો કિમીયો શોધી કાઢ્યો હતો. પરંતુ પોલીસના હાથે ઝડપાયા છે.

શહેરની રામોલ પોલીસે ગેસ સિલિન્ડર સાથે દારૂની બોટલ ભરીને વેચતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. દારૂના જથ્થા સાથે પકડાયેલા બંન્ને આરોપીના નામ જગદીશ પટેલ અને ભાવેશ પંચાલ છે. આ બંન્ને બુટલોગરોની દારૂ વેચવાની નવી ટેકનિકથી પોલીસ પણ હક્કા-બક્કા રહી ગઇ હતી.