Not Set/ જમીન જતી રહેતાં દલિત પરિવારની 5 વ્યક્તિઓએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

મોરબી, મોરબીના ગુંગણ ગામમાં જમીનના મામલે દલિત પરિવારના 5 સભ્યોએ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો.ગુંગણ ગામમાં દલિતોને સાંથણીમાં મળેલી જમીન પર ગામના જ અન્ય શખ્સે કબજો કરી લેતા દલિત પરિવારના પાંચ સદસ્યોએ આજે કલેકટર કચેરી સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દલિતો આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલાં પોલિસે તેમની પાસેથી […]

Gujarat

મોરબી,

મોરબીના ગુંગણ ગામમાં જમીનના મામલે દલિત પરિવારના 5 સભ્યોએ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો.ગુંગણ ગામમાં દલિતોને સાંથણીમાં મળેલી જમીન પર ગામના જ અન્ય શખ્સે કબજો કરી લેતા દલિત પરિવારના પાંચ સદસ્યોએ આજે કલેકટર કચેરી સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે દલિતો આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલાં પોલિસે તેમની પાસેથી કેરોસીનનો ડબ્બો લઇ લીધો હતો અને તેમની અટકાયત કરી હતી.

મોરબીના ગુંગણ ગામે ગામના પાંચ દલિતોને સાંથણીમાં સર્વે નંબર 380 પૈકી જમીન મળી હતી, જે જમીન પર ગામના ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા કબ્જો કરી લેવાયો હોવાની રજૂઆત આ પરિવારો દ્વારા અગાઉ જીલ્લા કલેકટરને કરવામાં આવી હતી. પરંતુ આ મામલે કોઈ નિકાલ નહિ આવતા આજે આ પાંચ પરિવારના મોભીઓ ધનજીભાઈ જાદવ , જગજીવન ભાઈ જાદવ, મણીબેન જાદવ, નાનજીભાઈ પરમાર અને મહેશભાઈ જાદવ આજે જીલ્લા કલેકટર કેરોસીન સાથે ધસી આવ્યા હતા અને આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હતો. જોકે અગાઉથી ગોઠવાઈ ગયેલ પોલીસે તેમની પાસેથી કેરોસીનનું ડબલું આંચકી લઇ પાંચેય વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.

જોકે હાલ આ બનાવ બાદ જીલ્લાના અધીક કલેકટર દ્વારા મામલતદારને આ રજૂઆત અંગે કાર્યવાહી કરવા મોરબી મામલતદારને સુચન આપવામાં આવતા હાલ પુરતો મામલો સમેટાયો છે.