Not Set/ અમદાવાદ : ગટર સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકો મોતને ભેટ્યા

અમદાવાદમાં સફાઈ કામદારોના મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે.શહેરમાં ગટર સાફ કરતા ચાર શ્રમિકોની જિંદગી છીનવાઇ ગઇ છે. મળતી વિગતો પ્રમાણે ઓઢવના અંબિકાનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પંપીંગ સ્ટેશન પર સફાઈ વખતે ગેસ ગળતર થતા ચાર શ્રમિકોના મોત થઇ ગયા છે. આ મજૂરો ગટરની સફાઈ માટે અંદર ઉતર્યા હતા પણ ગેસ ગળતર થતા ચારેય મોતને ભેટ્યા […]

Ahmedabad Gujarat
tgt 39 અમદાવાદ : ગટર સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકો મોતને ભેટ્યા

અમદાવાદમાં સફાઈ કામદારોના મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે.શહેરમાં ગટર સાફ કરતા ચાર શ્રમિકોની જિંદગી છીનવાઇ ગઇ છે. મળતી વિગતો પ્રમાણે ઓઢવના અંબિકાનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પંપીંગ સ્ટેશન પર સફાઈ વખતે ગેસ ગળતર થતા ચાર શ્રમિકોના મોત થઇ ગયા છે.

આ મજૂરો ગટરની સફાઈ માટે અંદર ઉતર્યા હતા પણ ગેસ ગળતર થતા ચારેય મોતને ભેટ્યા છે.ફાયર બ્રિગેડે ચારેય મજૂરોનાં મૃતદેહને ગટરના ગંદા પાણીમાંથી કાઢીને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં છે

શ્રમિકોના મોત પછી ચારેય મૃતકોના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે. પરિવારજનોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરે કોઇ પણ પ્રકારના સેફ્ટીના સાધનો વગર ચારેયને ગટરમાં સફાઇ માટે ઉતાર્યા હતા.પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

નોંધનિય છે કે અગાઉ પણ રાજ્યમાં અનેક વખત આવી ઘટનાઓ બની છે અને નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમવવો પડે છે. ત્યારે સવાલ એ છે કે આખરે કેમ સેફ્ટીના સાધનો વગર આવા કામ કરાવવામાં આવે છે. આવી ઘટનાઓ પાછળ જવાબદાર લોકોને કેમ સજા કરવામાં નથી આવતી.