Not Set/ રાજપથ,કર્ણાવતી ક્લબ સહિતના ગરબાના સ્થળોએ આરોગ્ય વિભાગનાં દરોડા 

અમદાવાદ: નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે  આ તમામ ગરબા ગ્રાઉન્ડમાં ખાણી-પીણીના સ્ટોલ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરની રાજપથ કલબ, કર્ણાવતી કલબ, ગુજરાત સરકાર આયોજિત વાયબ્રન્ટ ગરબાના જીએમડીસી ગ્રાઉન્ડ, મણીનગરના ફૂટબોલ ગ્રાઉન્ડ સહીતના અલગ અલગ […]

Ahmedabad Gujarat
Ahmedabad Health Department has raided on the stalls in Garba Grounds

અમદાવાદ: નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે  આ તમામ ગરબા ગ્રાઉન્ડમાં ખાણી-પીણીના સ્ટોલ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરની રાજપથ કલબ, કર્ણાવતી કલબ, ગુજરાત સરકાર આયોજિત વાયબ્રન્ટ ગરબાના જીએમડીસી ગ્રાઉન્ડ, મણીનગરના ફૂટબોલ ગ્રાઉન્ડ સહીતના અલગ અલગ સ્થળોએ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં હાલ નવરાત્રીના તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગરબાના પ્રોફેશનલ આયોજન કરવામાં આવ્યા છે. આ તમામ પ્રોફેશનલ ગરબાના આયોજકોના ગરબાના ગ્રાઉન્ડમાં ખાણી-પીણીના સ્ટોલ રાખવામાં આવેલા છે. શહેરના આવા વિવિધ પ્રોફેશનલ ગરબાના આયોજનના સ્થળોએ રાખવામાં આવેલા સ્ટોલ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો શહેરના રાજપથ કલબ, કર્ણાવતી કલબ, વાયબ્રન્ટ ગરબા- GMDC ગ્રાઉન્ડ, મણિનગરના ફૂટબોલ ગ્રાઉન્ડ સહીતના અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડામાં આરોગ્ય વિભાગની ટીમોએ સોસ, ગ્રીન  ચટણી, પાણીની બોટલ સહિતની ચીજવસ્તુઓના અલગ અલગ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને લઈને તેને ફૂડ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપવામાં આવશે