Not Set/ ASF : અમદાવાદમાં શોપીંગ મોલ, શોપ્સ અને પાથરણાં બજાર ચોવીસ કલાક ચાલુ રહેશે

અમદાવાદ, અમદાવાદની નાઇટ લાઇફ ધબકી ઉઠે તેવા નિર્ણય સરકારી તંત્ર દ્રારા લેવાયો છે.અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર યોજાનારા વાઇબ્રાન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ(એએસએફ) દરમિયાન શહેરના તમામ શોપિંગ મોલ્સ, દુકાનો અને પાથરણા બજાર અઠવાડિયાના સાતેય દિવસ ચોવિસ કલાક ખુલ્લા રહેશે. અમદાવાદ શોપીંગ ફેસ્ટિવલ 17 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ચાલશે. પોલીસ અને કોર્પોરેશન આ શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહેલા વેપારીઓને […]

Top Stories Ahmedabad Gujarat
ahd shopping 1 ASF : અમદાવાદમાં શોપીંગ મોલ, શોપ્સ અને પાથરણાં બજાર ચોવીસ કલાક ચાલુ રહેશે

અમદાવાદ,

અમદાવાદની નાઇટ લાઇફ ધબકી ઉઠે તેવા નિર્ણય સરકારી તંત્ર દ્રારા લેવાયો છે.અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર યોજાનારા વાઇબ્રાન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ(એએસએફ) દરમિયાન શહેરના તમામ શોપિંગ મોલ્સ, દુકાનો અને પાથરણા બજાર અઠવાડિયાના સાતેય દિવસ ચોવિસ કલાક ખુલ્લા રહેશે.

અમદાવાદ શોપીંગ ફેસ્ટિવલ 17 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ચાલશે.

પોલીસ અને કોર્પોરેશન આ શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહેલા વેપારીઓને કામચલાઉ પરમિટ ઇશ્યુ કરશે જેતી ફેસ્ટિવલના 12 દિવસ તેઓ 24 કલાક માટે પોતાની દુકાનો ખુલી રાખી શકશે.

રાજ્ય સરકારે આ અંગે શહેર પોલિસ કમિશનર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જરૂરી આદેશો આપ્યા છે.અમદાવાદનો શોપીંગ મહોત્સવ હીટ જાય તે માટે સરકાર બધા પ્રયત્ન કરી રહી છે.મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે, શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ  શહેરના જે પણ દુકાનદાર પોતાની દુકાન કે મોલ કે પાથરણાં મોડી રાત કે આખી રાત ખુલ્લી રાખવા માગતા હશે તેમને છૂટ આપશે.

જો કે આ છુટ મર્યાદિત સમય સુધી જ હશે.સરકાર શોપિંગ ફેસ્ટિવલ લાખો લોકો માટે સુનહરી યાદ બની રહે તે માટે તંત્ર કાયદામાં પણ છુટ આપવા માટે તૈયાર થઇ છે.જેથી અમદાવાદીઓ એક સારી નાઇટ લાઇફનો આનંદ માણી શકશે.

વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝિંગ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું કે, અમે રાજ્ય સરકારને અપીલ કરી હતી કે જેમ દુનિયામાં બીજે બધે હોય છે તેમ આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન નાઇટ શોપિંગ માટે મંજૂરી આપવામાં આવે, ગુજરાતે પણ આવી ઈવેન્ટને પ્રમોટ કરવી જોઇએ.