Not Set/ માનસિક રીતે અસ્થિર મહિલા પર રેપ કરીને ગર્ભવતી બનાવી દીધી

અમદાવાદ, અમદાવાદમાં 24 વર્ષની માનસિક રીતે અસ્થિર મહિલા સાથે રેપની ઘટના સામે આવી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં કોઈ અજાણી વ્યકિતએ મહિલા સાથે બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પોલીસને ખબર પડી કે પીડીત મહિલા 15 અઠવાડિયાથી ગર્ભવતી છે. નવરંગપુરા પોલીસના એક અધિકારીએ કહ્યું કે સ્થાનિક નિવાસીએ તેમને ફોન કરીને માહિતી […]

Top Stories Ahmedabad Gujarat
arj માનસિક રીતે અસ્થિર મહિલા પર રેપ કરીને ગર્ભવતી બનાવી દીધી

અમદાવાદ,

અમદાવાદમાં 24 વર્ષની માનસિક રીતે અસ્થિર મહિલા સાથે રેપની ઘટના સામે આવી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં કોઈ અજાણી વ્યકિતએ મહિલા સાથે બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પોલીસને ખબર પડી કે પીડીત મહિલા 15 અઠવાડિયાથી ગર્ભવતી છે.

નવરંગપુરા પોલીસના એક અધિકારીએ કહ્યું કે સ્થાનિક નિવાસીએ તેમને ફોન કરીને માહિતી આપી હતી અને કહ્યું કે આ વિસ્તારમાં માનસિક રીતે અસ્થિર મહિલા છે અને તેની સ્થિતિ સારી નથી. જ્યારે પોલીસે આ સ્થળ પર પહોંચી ત્યારે આ મહિલ સગર્ભા હોવાનું સામે આવ્યું છે.આ પછી, પોલીસ કર્મચારીઓએ 181 વુમન હેલ્પલાઇનને જાણ કરી. હેલ્પલાઇન ટીમએ મહિલાને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી.

તબીબી પરિક્ષણ પછી, ડોક્ટરોએ જોયું કે આ મહિલા પર જાતીય હુમલો થયો છે અને તે 15 અઠવાડિયાની ગર્ભવતી છે. સિવિલ હોસ્પિટલ ડોકટરો ટીમને મહિલાના શરીર પર નિશાનો જોવા મળ્યા હતા, જેના પર અનુમાન કરવામાં આવી રહ્યું છે કે મહિલા પર બળાત્કાર થયો છે. એક ડોક્ટરનું કહેવું છે કે લાગે છે કે તેની સાથે ઘણી વખત બળાત્કાર થયો છે.રેપના કારણે મહિલા ગર્ભવતી બની હતી.

આ બનાવની કમનસીબી એ છે કે મહિલા માનસિક રીતે અસ્થિર છે અને તેની પાસેથી માહિતી મળી નથી રહી. મહિલાને ખબર નહોતી કે તેની સાથે શું થયું હતું.

એક ડોક્ટરએ કહ્યું કે અમે મહિલાના આરોગ્ય પર નજર રાખીએ છીએ. તેને દવાઓ આપવામાં આવી રહી છે.

આ દરમિયા પોલીસે આ કેસમાં ગેંગરેપની શક્યતાને નકારી કાઢી નથી. એક પોલીસ અધિકારી કહે છે કે આસપાસના સીસીટીવી ફૂટેજથી પુરાવા એકત્રિત કરવા આવી રહ્યા છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે પીડિત મહિલા યોગ્ય રીતે બોલી શકતી નથી. તે કેટલાક નામો લે છે પરંતુ તે હજુ પણ અસ્પષ્ટ છે. તેના બોલવા પરથી લાગે છે કે તે ગુજરાતની નથી. ‘નવરંગપુરા પોલીસે આઈપીસીની કલમ 376 (બળાત્કાર) હેઠળ કેસ દાખલ કર્યો છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન