અમદાવાદ,
ગુજરાતમાં આવનાર પાંચ દિવસમાં ભારે ગરમીની આગાહી છે.અમદાવાદમાં આજે ગરમીનો પારો 42 ડીગ્રી સુધી પહોંચતા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આવનાર પાંચ દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી અડી શકે એમ છે ત્યારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડવાની શક્યતાઓ હવામાનના નિષ્ણાતો જણાવી રહયા છે.
મહત્વનું છે, કે રાજ્યભરમાં આકરો તાપ લાગતી ગરમી આવી ગઈ છે.ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને લોકોની ચામડી દઝાડે તેવો તાપ પડી રહ્યો છે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે.મોટાભાગના શહેરો બપોર બાદ સૂમસાન લાગી રહ્યા છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે.આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે.