Not Set/ રક્ષામંત્રી નિર્મલા સીતારામને અગસ્તા વેસ્ટલેન્ડમાં અહેમદ પટેલની ભુમિકા સ્પષ્ટ કરવાં કોંગ્રેસને પડકાર ફેંક્યો

અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલની ભુમિકા સ્પષ્ટ કરવાં કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. ઇડીની તપાસ દરમ્યાન રક્ષા સોદામાં જે તે વખતે થયેલી ડીલમાં AP અને FAM જેવાં કોડવર્ડ ખુલતાં કોંગ્રેસ બેકફૂટ પર છે ત્યારે ભાજપ હવે આ મામલે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન વડોદરા આવ્યાં […]

Top Stories
nirmala sitaraman રક્ષામંત્રી નિર્મલા સીતારામને અગસ્તા વેસ્ટલેન્ડમાં અહેમદ પટેલની ભુમિકા સ્પષ્ટ કરવાં કોંગ્રેસને પડકાર ફેંક્યો

અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલની ભુમિકા સ્પષ્ટ કરવાં કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. ઇડીની તપાસ દરમ્યાન રક્ષા સોદામાં જે તે વખતે થયેલી ડીલમાં AP અને FAM જેવાં કોડવર્ડ ખુલતાં કોંગ્રેસ બેકફૂટ પર છે ત્યારે ભાજપ હવે આ મામલે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન વડોદરા આવ્યાં હતાં. ભાજપનાં સ્થાપનાદિન નિમિત્તે આયોજિત સંવાદ કાર્યક્રમમાં કાર્યકરો તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યા બાદ નિર્મલા સીતારામને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે દેશની સુરક્ષા સહિતનાં મુદ્દાઓ પર કેટલીક સ્પષ્ટતા કરી હતી. હાલ યુપીએ શાસન સમયે થયેલી અગસ્તા વેસ્ટલેન્ડ એરક્રાફ્ટ ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે ચાલી રહેલી ઇડીની તપાસમાં કોંગ્રેસનાં કેટલાંક દિગ્ગજ નેતાઓનાં નામ સામે આવી રહ્યાં છે ત્યારે તાજેતરમાં AP અને FAM જેવાં કોડવર્ડ પણ ખુલતાં રક્ષામંત્રીએ આ અંગે સ્પષ્ટતા કરવાં કોંગ્રેસને પડકાર ફેંક્યો છે.

તાજેતરમાં બૉલીવુડનાં કેટલાંક કલાકારોએ ભાજપને વોટ ન કરવા કરેલી અપીલ અંગે રક્ષામંત્રીએ તીખો પ્રહાર કરતાં ચુંટણી વખતે અસહિષ્ણુતાની વાતો કરતા ગ્રુપને કોંગ્રેસની ભજન મંડળી ગણાવી હતી.