Not Set/ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા ત્રણ વર્ષ જૂના કેસમાં અમદાવાદમાં અલ્પેશ કથિરીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા 30 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી હતી ત્યારે સરકારે અલ્પેશને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે આ મુદ્દે સુનાવણી  માટે 19 નવેમ્બરની તારીખ જાહેર […]

Top Stories Ahmedabad Gujarat
739387 alpesh kathiriya પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા ત્રણ વર્ષ જૂના કેસમાં અમદાવાદમાં અલ્પેશ કથિરીયાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પહેલા 30 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી હતી ત્યારે સરકારે અલ્પેશને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે આ મુદ્દે સુનાવણી  માટે 19 નવેમ્બરની તારીખ જાહેર કરતા અલ્પેશની દિવાળી પણ જેલમાં ઉજવવામાં આવી હતી.

190507 alpesh kathiriya e1542712929774 પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
mantavyanews.com

પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક સહિત પાસના અન્ય કન્વીનરો પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક અને અન્યને જામીન મળી ગયા હતા. પરંતુ અલ્પેશને જામીન મળ્યા નહતા અને ગઈકાલે ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લઈ જવાયો હતો.

અલ્પેશના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, તેને જામીન મળવા જોઈેએ. તેણે દેશ વિરોધનું કોઈ કૃત્ય કર્યું નથી. ચિરાગ પટેલે જામીન માટે કોર્ટના આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, ભવિષ્યમાં પણ પાટીદાર સમાજના હિતમાં કંઇક પ્રયાસ કરીશું.