Not Set/ અમદાવાદ પોલીસ મેળવશે ISO સર્ટિફિકેટ : પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ

અમદાવાદ પોલીસ દેશમાં ઇતિહાસ રચવા જઇ રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંહે અમદાવાદ પોલીસ માટે ISO સર્ટિફિકેટ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. આ સર્ટીફિકેટ મેળવવાનો હેતુ એ છે કે પ્રજાને અમદાવાદ શહેર પોલીસ સારામાં સારી સર્વિસ આપી શકે. આ સર્ટિફિકેટ લેવા માટે અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોન પ્રમાણે એક નોડલ ઓફિસર પણ નીમવામાં […]

Ahmedabad Top Stories Gujarat
police 1 અમદાવાદ પોલીસ મેળવશે ISO સર્ટિફિકેટ : પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ

અમદાવાદ પોલીસ દેશમાં ઇતિહાસ રચવા જઇ રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંહે અમદાવાદ પોલીસ માટે ISO સર્ટિફિકેટ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

આ સર્ટીફિકેટ મેળવવાનો હેતુ એ છે કે પ્રજાને અમદાવાદ શહેર પોલીસ સારામાં સારી સર્વિસ આપી શકે. આ સર્ટિફિકેટ લેવા માટે અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોન પ્રમાણે એક નોડલ ઓફિસર પણ નીમવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કેન્દ્ર સરકારની ધ બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલેકે BPR&D નામની સંસ્થા તરફથી આઇડિયલ પોલીસ સ્ટેશનની જાહેરાત કરવામાં આવી હતી.

એડિશનલ પોલીસ કમિશનરે જણાવ્યું કે, ISO સર્ટિફિકેટ મળી જાય તો અમદાવાદ પોલીસ માટે ગર્વની વાત હશે. તેમણે આગળ જણાવ્યું કે, આગામી બે-ત્રણ મહિનામાં યુનિટો તૈયાર કરાશે. ઇન્ટરનેશનલ રેકગ્નાઇઝડ ઓડિટર્સની ટીમ પણ આવશે. તેઓ પહેલી વખત ઓડિટ કરશે. તેમાં જે પણ ભૂલ નીકળશે તેને સુધારવામાં આવશે અને બીજી વખત ઓડિટ કરાયા બાદ આ ISO સર્ટી મેળવવામાં આવશે.