Not Set/ સંત કબીર સ્કૂલ ફરી એક વખત વિવાદમાં, બાળકીને માર મારતા શિક્ષિકા વિરૂધ્ધ ફરિયાદ

અમદાવાદ, અમદાવાદના સુરધારા સર્કલ પાસે આવેલી સંત કબીર સ્કૂલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને ક્લાસના શિક્ષિકા ધ્વારા માર મારતા વિદ્યાર્થીનીના માતા પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સ્કુલના ટીચર અનીતા ચોપરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીના માતાપિતાનો એવો આક્ષેપ પણ છે કે અગાઉ પણ એક વખત તેમની બાળકીને શિક્ષિકા ધ્વારા […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 129 સંત કબીર સ્કૂલ ફરી એક વખત વિવાદમાં, બાળકીને માર મારતા શિક્ષિકા વિરૂધ્ધ ફરિયાદ

અમદાવાદ,

અમદાવાદના સુરધારા સર્કલ પાસે આવેલી સંત કબીર સ્કૂલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને ક્લાસના શિક્ષિકા ધ્વારા માર મારતા વિદ્યાર્થીનીના માતા પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સ્કુલના ટીચર અનીતા ચોપરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વિદ્યાર્થીનીના માતાપિતાનો એવો આક્ષેપ પણ છે કે અગાઉ પણ એક વખત તેમની બાળકીને શિક્ષિકા ધ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારે સ્કુલના પ્રિન્સીપાલ પાસે જઈને રજુઆત કરી ત્યારે પ્રિન્સીપાલ ધ્વારા એવા દાવો કરવામાં આવ્યો હતો કે સ્કુલમાં કોઈ ટીચર ધ્વારા બાળકોને માર મારવામાં આવતો નથી.

બાળકીની માતાના જણાવ્યા મુજબ ક્લાસ રૂમમાં મેડમ જ્યારે બોર્ડ ઉપર લખતાં હતા ત્યારે તેનું પેન્સિલ અને રબર નીચે પડી ગયું હતું. જેને તે નીચે શોધતી હતી. આ સમયે મેડમ તેને જોઇ ગયા અને તેમને લાગ્યું કે આ નિચે કંઇક કરી રહી છે. જેથી મેડમે તેને કંઇક પૂછ્યા વગર જ પીઠ ઉપર બે વાર માર્યું હતું.

બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે બાળકોને માર મારવાની પ્રેક્ટીસ આ સ્કૂલમાં કોમન છે. સ્કૂલના વ્હોટ્સ એપ ગ્રૂપમાં બાળકોને માર મારવાની ચારથી પાંચ માતાઓની ફરિયાદ હતી કે, આજે મારા બાળકને માર્યું ને કાલે મારા બાળકને માર્યું હતું.

જોકે, વધુ એક વખત વિદ્યાર્થિનીને માર મારવામાં આવતા તેના પિતાએ અનિતાબેન ચોપરા નામની શિક્ષક વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.