Not Set/ અમદાવાદ: IPL પર સટ્ટો રમતા ડીસાના ત્રણ યુવક ઝડપાયા

અમદાવાદ, ડ્રાઈવ-ઈન રોડ પર ઓફિસમાં IPL પર સટ્ટો રમતા ડીસાના ત્રણ યુવક ઝડપાયા.ઝડપાયેલા શખ્સો ન્યુ પ્લેનામ નામની વેબસાઈટ પર સટ્ટો રમતા હતા.યોગી કોમ્પલેક્સના સ્વસ્તિક એગ્રો ફાર્મની ઓફિસમાં સટ્ટો રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી ડ્રાઈવ-ઈન રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં IPL મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 15 મોબાઈલ, લેપટોપ, […]

Ahmedabad Gujarat
modi 9 અમદાવાદ: IPL પર સટ્ટો રમતા ડીસાના ત્રણ યુવક ઝડપાયા

અમદાવાદ,

ડ્રાઈવ-ઈન રોડ પર ઓફિસમાં IPL પર સટ્ટો રમતા ડીસાના ત્રણ યુવક ઝડપાયા.ઝડપાયેલા શખ્સો ન્યુ પ્લેનામ નામની વેબસાઈટ પર સટ્ટો રમતા હતા.યોગી કોમ્પલેક્સના સ્વસ્તિક એગ્રો ફાર્મની ઓફિસમાં સટ્ટો રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી

ડ્રાઈવ-ઈન રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં IPL મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 15 મોબાઈલ, લેપટોપ,
ટેબલેટ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે ડ્રાઈવ-ઈન રોડ પર યોગી કોમ્પ્લેક્સમાં સ્વસ્તિક એગ્રો ફાર્મ નામની ઓફિસમાં ત્રણ શખ્સ સટ્ટો રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી આનંદ પટેલ (પટેલ સોસાયટી, ડીસા), નીતીશ પંચાલ (ગાયત્રીનગર, ડીસા) અને રવિ ઠકકર (મંગલપાર્ક, ડીસા)ને KKR અને RR વચ્ચેની મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધાં હતાં. ન્યુ પ્લેનામ નામની વેબસાઈટ પર તેઓ સટ્ટો રમતા હતા.