Not Set/ ચાઇનાથી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મંગાવી કરતા હતા કસ્ટમની ચોરી, બે ઇસમોની કરાયી ધરપકડ

અમદાવાદ, અમદાવાદમાં કસ્ટમના અધિકારીઓએ કસ્ટમની ચોરી કરતા બે ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ ચાઇનાથી 20 કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો માલ મંગાવીને કસ્ટમની ચોરી કરતા હતા. મુંબઈના ફઇમ અને ગાંધીધામના ગૌરવ પર કસ્ટમ ચોરીનો આરોપ લાગતા બંનેની ધરપકડ કરાયી હતી. ત્યાર બાદ તેમને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. કસ્ટમ અધિકારીઓને આરોપીઓના રિમાન્ડ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 1 47 ચાઇનાથી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મંગાવી કરતા હતા કસ્ટમની ચોરી, બે ઇસમોની કરાયી ધરપકડ

અમદાવાદ,

અમદાવાદમાં કસ્ટમના અધિકારીઓએ કસ્ટમની ચોરી કરતા બે ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ ચાઇનાથી 20 કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો માલ મંગાવીને કસ્ટમની ચોરી કરતા હતા.

મુંબઈના ફઇમ અને ગાંધીધામના ગૌરવ પર કસ્ટમ ચોરીનો આરોપ લાગતા બંનેની ધરપકડ કરાયી હતી. ત્યાર બાદ તેમને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.

કસ્ટમ અધિકારીઓને આરોપીઓના રિમાન્ડ માંગવા માટેના યોગ્ય કારણ તપાસમાં નજરે ન ચડતા તેમણે રિમાન્ડની માંગણી કરી ન હતી. તેથી કોર્ટે બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.