Not Set/ રાજ્યભરમાં સફેદ દૂધના કાળા કારોબારનો ૫દાર્ફાશ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા

ગુજરાત, સફેદ દૂધના કાળા કારોબારનો ૫દાર્ફાશ કર્યા બાદ સફાળા જાગેલા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દૂધ વેંચતા નાના ફેરિયાથી માંડીને મોટી ડેરીઓ સુધી દરોડા પાડીને નમૂના લેવામાં આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગે અમદાવાદ સહિત પાટણ,વડોદરા,જૂનાગઢમાં દરોડા પાડ્યા. રાજ્યમાં દુધ મીલાવટ અંગે વ્યાપક ફરિયાદો ઉઠતા આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ […]

Top Stories
e1d5bbe7a5a5c42fcf90a522462b126e રાજ્યભરમાં સફેદ દૂધના કાળા કારોબારનો ૫દાર્ફાશ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા

ગુજરાત,

સફેદ દૂધના કાળા કારોબારનો ૫દાર્ફાશ કર્યા બાદ સફાળા જાગેલા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દૂધ વેંચતા નાના ફેરિયાથી માંડીને મોટી ડેરીઓ સુધી દરોડા પાડીને નમૂના લેવામાં આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગે અમદાવાદ સહિત પાટણ,વડોદરા,જૂનાગઢમાં દરોડા પાડ્યા.

રાજ્યમાં દુધ મીલાવટ અંગે વ્યાપક ફરિયાદો ઉઠતા આરોગ્ય મંત્રી કિશોર કાનાણીગાંધીનગરમાં બેઠકનુ આયોજન કર્યુ હતું. બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં ઉઠતી દુધ મીલાવટ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ રાજ્યભરમાંથી દુધ મંડળીમાંથી દુધના સેમ્પલો લેવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું. જેના અનુસંધાને અમરેલી જીલ્લામાં આરોગ્ય વિભાગે અમર ડેરીમાથી દુધના સેમ્પલ મેળવી તપાસ હાથ ધરી હતી. આ અંગે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યુ હતુ કે કોઇ પણ મોટુ માથુ હોય તેને છોડવામાં નહી આવે. આરોગ્ય સાથે ચેડા કરનારને માફ કરવામાં નહી આવે.

 

અમદાવાદ,

66a8f0b5 73c5 45d8 a23a 922532baa2bf રાજ્યભરમાં સફેદ દૂધના કાળા કારોબારનો ૫દાર્ફાશ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા

ત્યારે અમદાવાદમાં આવેલી ખોખરાની ગાયત્રી ડેરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને અધિકારીઓએ દૂધના સેમ્પલ લીધા હતા. ત્યારે પાટણના રાધનપુરની ગુજરાત ડેરી માંથી ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા હતા. રાધનપુરની ગુજરાત ડેરી માંથી પાટણ ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બે સેંમ્પલ લેવામાં આવ્યા.

વડોદરા,

26eba9b1 31fb 4ac7 a9b5 ced19b3a97c3 રાજ્યભરમાં સફેદ દૂધના કાળા કારોબારનો ૫દાર્ફાશ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા

જો ગુજરાત ડેરી વાંકમાં આવશે તો તેના વિરુદ્વ કડક કાર્યવાહી હાથ ધરાશે. ત્યારે વડોદરામાં ખાનગી ડેરી સહિતની અન્ય ડેરીઓમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. દૂધનાં પાઉચ સહિતની બનાવટોનાં નમૂના લેવાયા હતા. ત્યારે જૂનાગઢમાં દૂધની ડેરીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા.

જૂનાગઢ,

daf રાજ્યભરમાં સફેદ દૂધના કાળા કારોબારનો ૫દાર્ફાશ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જૂનાગઢમાં આવેલી તમામ દૂધની ડેરી ધરાવતાં માલિકો સામે લાલઆંખ કરી હતી અને દૂધના સેમ્પલ લીધા હતા. દૂધના સેમ્પલ લઇને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલને સરકારી લેબોરેટરીમાં મોકલી દીધા હતા. આમ રાજ્યભરમાં ફૂ઼ડ એન્ડ ડ્રગ વિભાગે આશરે 200 કરતાં પણ વધારે જ્ગ્યાએ ચેકિંગ હાથ ધર્યું. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ગરમીથી બચવા માટે ઠંડાપીણાનું સેવન કરતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગે દૂધમાં ભેળસેળ થતું હોવાથી આ તપાસ હાથ ધરી છે.

અમરેલી,

WhatsApp Image 2018 04 05 at 2.25.00 PM રાજ્યભરમાં સફેદ દૂધના કાળા કારોબારનો ૫દાર્ફાશ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા

તો આ તરફ અમરેલીની અમર ડેરીમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ દૂધના નમૂના લીધા હતા અને લેબમાં મોકલી દીધા હતા. મહત્વનું છે કે, અમર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યુ હતું. જ્યારે કેન્દ્રીય મંત્રી રૂપાલા અમર ડેરીના ડિરેક્ટર પદે છે. ત્યારે અમર ડેરીનું ચેંકિગ કરતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

ઉલ્લેખનિય છેકે, રાજ્ય સરકારે ખુબ જ ગંભીરતાથી લઇને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેના ૫ગલે રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડા પાડીને દૂધના નમૂના લેવામાં આવી રહ્યા છે.