Not Set/ અમદાવાદ: દારૂ જુગારનો વિરોધ કરતા યુવતી પર ફેંકાયો એસિડ

અમદાવાદ અમદાવાદના જુનાવાડજમાં એક છોકરી એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેમાં આ છોકરીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જુનાવાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં ગાંધીનગર ટેકરા નામનો વિસ્તાર આવેલો છે. જ્યાં એક ચાલીમાં મોડી રાત્રે કેટલાક ઇસમો આવી પહોંચ્યા હતા. દારૂ પિને આવેલા આ ઇસમોએ એક પરિવારના લોકો પર હુમલો કર્યો […]

Top Stories
aag 1 અમદાવાદ: દારૂ જુગારનો વિરોધ કરતા યુવતી પર ફેંકાયો એસિડ

અમદાવાદ

અમદાવાદના જુનાવાડજમાં એક છોકરી એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેમાં આ છોકરીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જુનાવાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં ગાંધીનગર ટેકરા નામનો વિસ્તાર આવેલો છે. જ્યાં એક ચાલીમાં મોડી રાત્રે કેટલાક ઇસમો આવી પહોંચ્યા હતા.

દારૂ પિને આવેલા આ ઇસમોએ એક પરિવારના લોકો પર હુમલો કર્યો હતો અને ખરાબ ગાળો પણ ભાંડી હતી. આ ઉપરાંત આ પરિવારજનો પર મંદ એસિડ ફેકીને હુમલો કરવામાં આવ્યો હતો. જેથી પરિવારના સભ્યોના 2 લોકો પર એસિડ પડ્યો હતો. જો કે છોકરી પર વધુ પ્રમાણમાં એસિડ પડ્યો હતો અને મોઢામાં પણ પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હત અને સારવાર આપવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસ આરોપી સુધી પહોંચવા માટે હાલ તો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આ એસિડ વડે હુમલો કરનાર આરોપીનું નામ વિનોદ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એસિડ વડે હુમલો અંગત અદાવતને લઇને કરવામાં આવ્યો છે. કેમ કે આ ચાલીની આજુબાજુમાં છેલ્લા કેટલાય સમયથી જુગારધામ ધમધમે છે અને અસામાજિક ત્તત્વો ખુલ્લેઆમ ગાળાગાળી કરતાં હોય છે. જેથી આ પરિવારના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. જેથી ઉગ્ર રોષે ભરાયેલા લોકોએ અદાવત રાખીને હુમલો કરી નાંખ્યો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ઘરી છે.