Not Set/ video: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાંકાનેરમાં વીજળી પડતા 2ના મોત

ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાનું શનિવારથી શરૂ થયું હતું. જે બીજા દિવસે પણ જારી રહ્યું હતું. અમદાવાદ સહિત ગુજરાતના દાહોદ, ગાંધીનગર, પંચમહાલ, અરવલ્લી સહિતના જિલ્લામાં વહેલી પરોઢે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ભારે તોફાન સાથે અનરાધાર વરસાદ વરસી શકે છે. […]

Top Stories Gujarat Videos
patidar 1 video: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાંકાનેરમાં વીજળી પડતા 2ના મોત

ગુજરાત,

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાનું શનિવારથી શરૂ થયું હતું. જે બીજા દિવસે પણ જારી રહ્યું હતું. અમદાવાદ સહિત ગુજરાતના દાહોદ, ગાંધીનગર, પંચમહાલ, અરવલ્લી સહિતના જિલ્લામાં વહેલી પરોઢે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ભારે તોફાન સાથે અનરાધાર વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ભારે કડાકા- ભડાકા સાથે વરસાદ પડતા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતા. હાટકેશ્વર વિસ્તાર રાબેતા મુજબ જ પહેલા વરસાદમાં બેટમાં પરિવર્તિત થઇ ગયો હતો.

તો આ તરફ અરવલ્લીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ મેઘરજ પંથકમાં વરસાદના અમી છાંટણા આવ્યા હતા. જ્યારે માલપુર મોડાસામાં મોડી રાત્રેથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. નવસારીમાં વહેલી સવારથી કાળા વાદળો ઘેરાયા હતા કડકા ભડકા સાથે જિલ્લામાં વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

વાંકાનેરમાં વીજળી પડતા 2ના મોત

રાજકોટના વાંકાનેરમાં પણ વીજળી પડતા 2ના મોત થયા છે. અગાભી પીપળીયા ગામે વીજળી પડતા પડતા ગામના જ 2 કિશોરના મોત થયા હતા. વિશ્વરાજસિંહ જાડેજા અને પુષ્પરાજસિંહ જાડેજા નામના બંને કિશોર ગામની સીમમાં બેઠા હતા ત્યારે
તેમના પર વીજળી પડી હતી. બંને ધોરણ-12માં અભ્યાસ કરતા હતા. મોરબીમાં ધીમી ધારે મેધરાજાની પધરામણી થઇ હતી.