Not Set/ અમરેલી: ધાર્મિક કાર્યક્રમમાં મંડપ ખોલતી વખતે વીજ કરંટ લાગતાં 5 શ્રમિકોના મોત

અમરેલી, અમરેલીમાં વીજ કરંટ લાગતાં પાંચ શ્રમીકોનાં મોત નીપજ્યાં હતાં. કુકાવાવાનાં ચોકી પાસે ધાર્મિક કાર્યક્રમમાં મંડપ ખોલતાં આ બનાવ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે કુકાવાવ નજીક ભાયાવદર ગામ ખાતે દુર્ઘટનામાં પાંચ મજૂરોના મોત થયા છે. અહી આવેલા મગનબાપા આશ્રમ ખાતે છેલ્લા સાત દિવસથી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાની પૂર્ણાહુતિ થયા બાદ અહી લગાવવામાં મંડપ […]

Gujarat Others
bhavagar 2 અમરેલી: ધાર્મિક કાર્યક્રમમાં મંડપ ખોલતી વખતે વીજ કરંટ લાગતાં 5 શ્રમિકોના મોત

અમરેલી,

અમરેલીમાં વીજ કરંટ લાગતાં પાંચ શ્રમીકોનાં મોત નીપજ્યાં હતાં. કુકાવાવાનાં ચોકી પાસે ધાર્મિક કાર્યક્રમમાં મંડપ ખોલતાં આ બનાવ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે કુકાવાવ નજીક ભાયાવદર ગામ ખાતે દુર્ઘટનામાં પાંચ મજૂરોના મોત થયા છે. અહી આવેલા મગનબાપા આશ્રમ ખાતે છેલ્લા સાત દિવસથી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કથાની પૂર્ણાહુતિ થયા બાદ અહી લગાવવામાં મંડપ છોડવાની કામગીરી કરી રહ્યા હતાં તે સમયે શોર્ટ સર્કિટ લાગતાં આ શ્રમિકોને કરંટ લાગ્યો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ અને કાર્યક્રમનાં આયોજકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.