Not Set/ અમરેલી : પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતે માલગાડી નીચે ઝંપલાવતા મોત

રાજ્યમાં ખેડુતની હાલત ખુબ જ દયનીય થઇ ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લામાં આચરડી ગામના ખેડૂતે માલગાડી નીચે ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોએ જણાવ્યાં પ્રમાણે ખેડૂત કમલેશભાઈની 12 વીઘા જમીન પર પાક નિષ્ફળ જતાં, એમણે આપઘાત કરી લીધો છે. જો કે આ મામલે હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે, અને […]

Top Stories Gujarat Others
13 1543573370 અમરેલી : પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતે માલગાડી નીચે ઝંપલાવતા મોત

રાજ્યમાં ખેડુતની હાલત ખુબ જ દયનીય થઇ ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લામાં આચરડી ગામના ખેડૂતે માલગાડી નીચે ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

સ્થાનિકોએ જણાવ્યાં પ્રમાણે ખેડૂત કમલેશભાઈની 12 વીઘા જમીન પર પાક નિષ્ફળ જતાં, એમણે આપઘાત કરી લીધો છે. જો કે આ મામલે હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે, અને ખેડૂતે કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પણ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લીધો હતો.

અમરેલી જિલ્લામાં ખેડૂતે આપઘાત કર્યો હોવાનો આ પાંચમો બનાવ સામે આવ્યો છે.